દાહોદ,
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઈટાબારા ગામેથી દાહોદ એલ.સી.બી. પોલીસે એક તુફાન ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂનો રૂા. 2,44,800 પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.3,54,800નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે જ્યારે પોલીસને ચકમો આપી તુફાન ગાડીનો ચાલક નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.
ગત તા.01 ડિસેમ્બરના રોજ રાત્રીના એકાદ વાગ્યાના આસપાસ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ઈટાબારા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક તુફાન ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી. જ્યારે દુરથી પોલીસને જોઈ ગાડીમાં સવાર ચાલક ગાડી માંથી કુદકો મારી અંધારાનો લાભ લઈ નજીકના ઝાંડી ઝાંખરા માંથી પસાર થઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ગાડી માંથી વિદેશી દારૂની બોટલો નંગ. 2448 જેની કિંમત રૂા. 2,44,800ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.3,54,800નો મુદ્દામાલ પોલીસે કબજે કરી. આ સંબંધે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.