ફતેપુરાના ધુધસ ગામની સગીરાનુંં લગ્નના ઈરાદે અપહરણ

દાહોદ,દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ખંટા ગામેથી એક 17 વર્ષિય સગીરાને એક યુવક દ્વારા પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી ગયાંનું જાણવા મળે છે.

ગત તા.05મી ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ગાંગડતલાઈ ગામે છકણી છાપરા ગામે રહેતો પંકજભાઈ પુનાભાઈ દામાએ ફતેપુરા તાલુકામાં રહેતી એક 17 વર્ષિય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતાએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.