ફતેપુરાના ડુંગરા ગામે પતંગ ચગાવતા બાળકને કુતરાએ બચકા ભરતા ગંભીર ઈજાઓ

દાહોદ,

દાહોદ જિલ્લામાં રખડતા શ્ર્વાનનો દિવસે દિવસે આતંક વધતો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા સુખસર પંથકમાં પણ એક શ્ર્વાને 15થી વધુ લોકોને બચકા ભરીને ધાયલ કર્યા હતા. ત્યારે હવે ફતેપુરા તાલુકાના ડુંગરા ગામે પાંચેક મિત્રો ખેતરમાં પતંગ ચગાવી મોજ કરી રહ્યા હતા તે વખતે ત્યાં ચઢી આવેલી શ્ર્વાસ ગળી ફળિયામાં રહેતા 7 વર્ષિય વિકેશ મુકેશભાઈ ભાભોર પાછળ દોડ્યુ હતુ. જેથી શ્ર્વાનથી બચવા વિકેશે પણ દોટ મુકી હતી. ભાગતા ભાગતા વિકેશ પડી ગયો હતો. ત્યારે પાછળ પડેલા શ્ર્વાને તેના માથામાં બચકા ભરતા સાથે પતંગ ચગાવતા મિત્રોમાં ભયને કારણે નાસભાગ મચી જવા પામી હતી. અન્ય બાળકોએ જઈને તેના ધરે જાણ કરી હતી. ત્યારે ધટના સ્થળે ધસી આવેલા વિકેશના પરિવાર દ્વારા તેને લોહિલુહાણ હાલતમાં ફતેપુરાના સરકારી દવાખાને ખસેડ્યો હતો. ગંભીર ઈજાઓના કારણે પ્રાથમિક સારવાર બાદ વિકેશને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.