ફતેપુરા, ફતેપુરા તાલુકાના સુખસરથી ઝાલોદ તરફ જતા હાઈવે ઉપર ધાણીખુટ ચોકડી ઉપરથી પોલીસે પીકઅપ વાનમાં કતલખાને લઈ જવાતા ચાર પશુ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.
સુખસર થઈ ઝાલોદ તરફ જતા માર્ગ ઉપર પીકઅપ ડાલામાં પશુઓને કતલખાને લઈ જવાતી હોવાની બાતમી સુખસર પોલીસને મળતા ધાણીખુટ ચોકડી ઉપર વોચ ગોઠવી દરમિયાન બાતમીવાળી ગાડી આવી પહોંચતા તેને રોકીને તપાસ કરતા ચાર પશુઓને દોરડાં વડે ક્રુરતાપુર્વક બાંધલા મળી આવ્યા હતા. જેથી પોલીસે ચારેય પશુઓને અને પીકઅપ ગાડીને જપ્ત કરી ગાડીમાં સવાર જાવેદ મુસ્તાકભાઈ પટેલ તથા સાહીમભાઈ કાળુભાઈ મુલ્તાની(બને. રહે.સંતરામપુર બસ સ્ટેશન, કાદરી મસ્જિદ વિસ્તાર)ની અટકાયત કરી તેમની સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.