દાહોદ, દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના ભીચોર ગામે કુવામાં મશીન મુકવા બાબતે એક ઈસમે એક મહિલા સાથે ઝઘડો તકરાર કરી મહિલાનો હાથ પકડવાનો પ્રયાસ કરી છેડતી કરતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંયાનું જાણવા મળે છે.
ગત તા.19મી મેના રોજ ભીચોર ગામે રહેતો અરવિંદભાઈ શંકરભાઈ ગરાસીયાએ ફતેપુરા તાલુકામાં રહેતી એક મહિલા સાથે ઝઘડો તકરાર કરી, કહેવા લાગેલ કે, કેમ મશીન ચાલુ કરેલ છે, કુવો મે ખોદેલ છે અને મશીન કુવામાં મુકવાનું નથી, તને આજે મારી નાંખવાની છે, તું અહીંથી જતી રહે, તેમ કહી બેફામ ગાળો બોલતા , મહિલાએ ગાળો બોલવાની ના પાડતાં આરોપી અરવિંદભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલાને પકડી નીચે પાડી દઈ, મહિલાની છેડતી કરવાને ઈરાદે હાથ પકડવાની કોશિષ કરી, મહિલાની ખેંચતાણ કરી, મહિલાનો બ્લાઉઝ ફાડી નાંખી મહિલાને જમીન પર પાડી જેતાં મહિલાને હાથના ભાગે ઈજાઓ પહોંચાડી હતી.
આ સંબંધે છેડતીનો ભોગ બનેલ મહિલાએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.