ફતેપુરા
ફતેપુરા તાલુકામાં એક બંધ મકાનમાં અજાણ્યા ચોરોએ તાળુ તોડી મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા મળી કુલ રૂ.2,16,160/-ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ફતેપુરા નગરમાં જય અંબે સોસાયટીમાં રહેતા માનસિંહભાઈ શંકરભાઈ તડવીના બંધ મકાનમાં રાત્રિના સમયે ચોર મકાનના મુખ્ય દરવાજાનુ તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી તિજોરીમાં મુકી રાખેલ સોનાના દાગીના રૂ.1,90,000/-તેમજ રોકડા રૂપિયા વગેરે મળી કુલ રૂ.2,16,160/-ની મત્તાની ચોરી કરી અજાણ્યા ચોર ઈસમો ભાગી ગયા હતા. આ સંબંધે માનસિંગભાઈ શંકરભાઈ તડવીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.