ફતેપુરામાં વન્ય પ્રાણીઓને પકડવા માટે પાંચ પાંજરા ફળવાયા

ફતેપુરા,ફતેપુરો તાલુકો રાજસ્થાન બોર્ડરને અડીને આવેલ જંગલ અને ડુંગરાળ વિસ્તારની સાથે અરવલ્લીની પર્વત માળાઓને અડીને આવેલ તાલુકો છે. ફતેપુરાની નજીક મોટા ધેરાવમાં ગઢરા માનગઢનુ જંગલ પણ આવેલ છે. અવાર નવાર આ જંગલોમાં હિંસક અને જંગલી પ્રાણીઓ અજગર, દિપડાઓ, સાપ, ઝરક, શિળાય, નીલગાય જોવા મળતા હોય છે.કેટલીકવાર આ વિસ્તારોમાં વન્યપ્રાણીઓ દેખાતા હોય છે. અનેક વખત દિપડાઓ પણ રહેણાંક વિસ્તારમાં આવી જઈ માનવ પર હુમલો કરતા હોવાની ધટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. અવાર નવાર બનતી ધટનાઓને લઈને ધણી વખત દિપડાઓ તેમજ વન્ય પ્રાણીને પકડવા માટે ફતેપુરા ફોરેસ્ટ વિભાગ જોડે પાંજરાઓનો અભાવ જોવા મળતો હતો. વારંવાર બનતી ધટનાઓને લઈ દે.બારીઆ રેન્જ વન્ય પ્રાણીઓને પકડવા માટે પાંચ જેટલા પાંજરાઓ ફતેપુરા ફોરેસ્ટ વિભાગને ફાળવવામાં આવ્યા હતા.