ફતેપુરા,ફતેપુરા નગરમાં સ્મશાન ગૃહના અભાવના કારણે લોકોને અંતિમવિધિ કરવા માટે નદીના પટમાં ખુલ્લામાં વિધિ કરવી પડતી હોય છે. ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી સ્મશાન ગૃહ બનાવવા માટે આયોજન ચાલતું હતું, પરંતુ પૈસાના અભાવના કારણે સ્મશાન ગૃહ બનાવવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે ફતેપુરાના આગેવાનો દ્વારા લોક ફાળાથી સ્મશાન ગૃહ બનાવવા માટેનો વિચાર કરતા નવીન સ્મશાન ગૃહ બનાવવા માટેનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે.
ફતેપુરા નગરની વલય નદીના કિનારે ખુલ્લામાં કેટલાએ વર્ષોથી નદીના તટ પર લોકોની અંતિમવિધિ કરવામાં આવે છે. ત્યારે આ અંતિમવિધિમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે લોકોના મનમાં નવું સ્મશાન ગૃહ બનાવવા માટેના વિચારો ઉદ્ભવતા હોય છે, પરંતુ પૈસાના અભાવના કારણે નવું સ્મશાન ગૃહ બનાવી શકાતું ન હતું. પરંતુ ફતેપુરા નગરના આગેવાનો દ્વારા નવું સ્મશાન ગૃહ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્મશાન ગૃહ બનાવવા માટે લોકોના ઘરે ઘરે જઈને સ્મશાન ગૃહ માટે ફાળો ઉઘરાવી ફાળો એકત્રિત કરીને નવા સ્મશાન ગૃહનું નિર્માણ કાર્ય ચાલુ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આ નવા સ્મશાન ગૃહના કામકાજથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નગરના કેટલાય સેવાભાવી લોકો દ્વારા સ્મશાન ગૃહ માટે પોતાની શક્તિ પ્રમાણે ફાળો આપવા પણ તૈયાર થઈ ગયા છે. ત્યારે આ સ્મશાન ગૃહના ભગીરથ કામ માટે જોડાયેલા લોકોમાં પણ ભારે ઉત્સાહક જોવા મળી રહ્યો છે. સ્મશાન ગૃહમાં હાલ તો પાયાનું જ કામકા ચાલી રહ્યું છે, પરંતુ લોકોનો ઉત્સાહ અને લોકોના ફાળાને ધ્યાનમાં રાખી આધુનિક સ્મશાન ગૃહ બનાવવા માટેની તૈયારી કરવામાં આવી રહ્યું છે. વલય નદીના તટની આજુબાજુ નદીમાં સંરક્ષણ દિવાલ બનાવીને નદીના ફરતે સુંદર વૃક્ષારોપણ કરીને એક સુંદર બગીચાનું નિર્માણ થાય તેમ જ અંતિમવિધિ કરવા માટે આવેલા લોકોને બેસવા માટેની તેમજ સ્નાન કરવા માટેની સુંદર વ્યવસ્થા અને અંતિમ વિધિ માટે જરૂરી લાકડા સરળતાથી મળી રહે તે માટે સ્ટોરેજ રૂમ અને આધુનિક ઈલેક્ટ્રોનિક સગડી જેવા સાધનો સાથે નવું સ્મશાન ગૃહ નિર્માણ પામવા જઈ રહ્યું છે. ત્યારે લોકોનો ભારે ઉત્સાહ અને ઉમંગ લોક ભાગીદારી માટે ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.