ફતેપુરામાં ટ્રેકટર ચાલકે બાઈકને અડફેટમાં લેતાં બાઈક પાછળ બેઠેલ મહિલાનું મોત

દાહોદ, દાહોદ જીલ્લાન ફતેપુરા નગરમાં એક ટ્રેક્ટરના ચાલકે એક મોટરસાઈકલ પર સવાર એક મહિલા સહિત બેને અડફેટમાં લેતાં મોટરસાઈકલની પાછળ બેઠેલ એક મહિલાને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગત તા.19મી મેના રોજ ફતેપુરા તાલુકાના નવાગામે કાચલા ફળિયામાં રહેતાં નારણભાઈ દિનેશભાઈ પારગી તથા ચેતનાબેન શંકરભાઈ પારગી એમ બંન્ને જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ ફતેપુરા નગર ખાતે કરીયાણાનો સામાન ખરીદવા ગયાં હતાં જ્યાં બપોરના સાડા બારેક વાગ્યાના આસપાસ એક ટ્રેક્ટરના ચાલકે પોતાના કબજાનું ટ્રેક્ટર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી નારણભાઈની મોટરસાઈકલને અડફેટમાં લેતાં નારણભાઈ અને મોટરસાઈકલની પાછળ બેઠેલ ચેતનાબેન જમીન પર ફંગોળાયાં હતાં જેને પગલે ચેતનાબેનને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં ચેતનાબેનનું મોત નીપજ્યું હતું.

આ સંબંધે નારણભાઈ દિનેશભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.