ફતેપુરામાં તથા સુખસર દુધાળા દેવ ગણપતિજીની દસ દિવસ પૂજા અર્ચના બાદ ભાવ ભીની વિદાય આપવામાં આવી

ફતેપુરા, ફતેપુરા રામેશ્ર્વર મહાદેવ પોલીસ સ્ટેશન ડબગર વાસ -સુખસર ખાતે પંચાલ ફળિયા, આનંદ સોસાયટી તથા મહાદેવજી મંદિર ખાતે તથા ફતેપુરા ખાતે દુધાળા દેવ શ્રીગણપતિજીની સ્થાપના બાદ દસ દિવસ પૂજા અર્ચના કરી આજરોજ ભાવિક ભક્તો દ્વારા ગણપતિજીની શોભાયાત્રા ફતેપુરા તથા સુખસર શહેરમાં ફરી ફતેપુરામાં પીપલારા નદી પર અને સુખસરમાં નીંદકા પૂર્વ તળાવ ખાતે મૂર્તિઓને વિસર્જિત કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ફતેપુરા તથા સુખસરના ભાવિક ભાઈ-બહેનો વાજતે ગાજતે નાચગાન સાથે શોભામાં જોડાયા હતા. તેવી જ રીતે ફતેપુરા ખાતે ગણપતિજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં વિસર્જન શોભાયાત્રામાં તમામ કોમના લોકોએ પૂરતો સાથ સહકાર આપ્યો હતો. તેમજ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત રાખ્યો હતો. તેમજ વિસર્જન શોભા યાત્રામાં જોડાયેલા ભાવિક ભક્તોએ પણ સહકાર આપી શાંતિપૂર્ણ વાતાવરણમાં ગણપતિજીને વિસર્જન કરવામાં આવ્યું હતું.