ફતેપુરા તાલુકામાં લાખોની ચોરી કરી ચોરો ફરાર

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ત્રણ અલગ અલગ સ્થળોએ તસ્કરોએ ચાર જેટલા બંધ મકાનોને નિશાન બનાવી લાખોની ચોરી કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ફતેપુરામાં એક સાથે ચાર બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવતા ચકચાર સાથે તસ્કરોના આતંકને પગલે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.જેમાં ફતેપુરાના બારસલેડા, ઝગોલા અને નવા તળાવ ખાતે આવેલ કુલ ચાર બંધ મકાનોને અજાણ્યા ચોર તસ્કરોએ પોતાનો કસબ અજમાવી આ બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા બંધ મકાનોમાંથી કેટલા રૂપિયાની ચોરી થઈ છે તે હાલ જાણી શકાયું નથી પરંતુ ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે સમાચાર લખાઈ છે ત્યાં સુધી આ મામલે હાલ સુધી પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાવા પામી નથી.