- ફતેપુરા આર્ટસ કોલેજ ખાતે આદિવાસી મ્યુઝિયમ બનાવાશે પ્રોફેસર પિયુષ પરમાર.
ફતેપુરા,
ફતેપુરા આર્ટસ કોલેજ ખાતે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આર્ટસ કોલેજના પાટનગણમાં સંસદ જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ વાર્ષિક મહોત્સવની ઉજવણી દરમિયાન વર્ષ દરમિયાન થયેલા વિવિધ કાર્યક્રમો તેમજ નેશનલ લેવલે કરેલા કાર્યક્રમમાં મેળવેલ નંબરના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તદ્ ઉપરાંત આર્ટસ કોલેજ ખાતે અભ્યાસ કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બોલાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આર્ટસ કોલેજમાંથી પાસ થઈને સરકારી તેમજ અર્ધ સરકારી સંસ્થાઓમા નોકરી કરતા વિદ્યાર્થીઓને બોલાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કોલેજમાં થયેલા વિવિધ કામોની સંસદ દ્વારા પ્રશંસા કરવામા આવી હતી. આજના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓએ મોબાઈલને છોડીને સાહિત્યને અપનાવું જોઈએ શિક્ષણ એ સર્વ પરી છે. શિક્ષણ એ જીવનનો ઘડતર સમજીને મોબાઈલ, ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામને છોડીને અભ્યાસ ઉપર ધ્યાન આપવું જોઈએ આ આધુનિક સામગ્રી તો જીવન જીવો ત્યાં સુધી ચાલ્યા કરશે પરંતુ શિક્ષણ પાછું મળશે નહીં પહેલા પોતાની કારકિર્દી બનાવો ત્યારબાદ જ મોબાઈલ તેમજ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો તેવું જણાવ્યું હતું. કોલેજ કક્ષાએ વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ફતેપુરા આર્ટસ કોલેજ ખાતે આદિવાસી મ્યુઝિયમ બને તેમ જ આદિવાસી પરંપરાઓ આદિવાસી લોક નૃત્ય તેમજ આદિવાસી બોલે ઉપર નવલકથા લખાય તેવું આયોજન પણ ભવિષ્યમાં કરવામાં આવશે તેવું પ્રોફેસર પિયુષ પરમારે જણાવ્યું હતું. આ પ્રસંગે ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારા લીમખેડા વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ ભાભોર દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકર આમલીયાર ઝાલોદ આર્ટસ કોલેજના માજી પ્રિન્સિપાલ રાવ તેમજ વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.