
દાહોદ,
દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકામાં જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા દ્વારા તારીખ 22 12 2022 થી તારીખ 27 12 2022 સુધી શૈક્ષણિક પ્રવાસ માટે સૌરાષ્ટ્ર દર્શનનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં તેમાં ચોટીલા, દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્ર્વર, સોમનાથ, પોરબંદર, જુનાગઢ, વીરપુર, સાળંગપુર, ભાલકા તીર્થ જેવા સ્થળોનું આયોજન કરવામાં આવેલું હતું. આ શૈક્ષણિક પ્રવાસમાં સ્કૂલની વિદ્યાર્થીનીઓ અને શિક્ષક ગણ સાથે રહીને આ પ્રવાસનો સુંદર આયોજન કરવામાં આવેલું હતું. આ પ્રવાસના શૈક્ષણિક પ્રવાસ મંત્રી તરીકે એચ.જે.પારગી અને સહમંત્રી તરીકે એચ.પી.અમીન દ્વારા આ પ્રવાસનું સમગ્ર આયોજન કરવામાં આવેલ હતું અને આયોજનમાં આચાર્ય તેમજ સમગ્ર સ્ટાફ ગણે પુરે પુરો સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.