ફતેપુરા કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પત્ર રજૂ કર્યો

ફતેપુરા,
કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દીતાભાઈ મછાર મામલતદાર કચેરીમાં ચૂંટણી અધિકારીને ઉમેદવારી પત્ર રજૂ કર્યો.
129 ફતેપુરા વિધાનસભાના ઉમેદવાર ઉમેદવારી પત્ર ભરવા માટે મામલતદાર કચેરીમાં આવીને ચૂંટણી અધિકારીને પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. 129- ફતેપુરા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દીતાભાઈ મછાર વિધાનસભાના સભ્ય તરીકેનું ઉમેદવારી પત્ર મામલતદાર કચેરીમાં આવીને ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર મધ્યાન ભોજન યોજના ફાલ્ગુનભાઈ પંચાલને ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. જ્યારે બીજું ઉમેદવારી પત્ર કોંગ્રેસના ડમી તરીકે ઘનશ્યામભાઈ દીતાભાઈ મછારનું રજુ કરવામાં આવ્યું હતું.