ફતેપુરા, ફતેપુરા બસ સ્ટેશન ખાતે પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી ગામની એક મહિલા જેની સાથે તેના ત્રણ બાળકોને લઈને ભુલથી ફતેપુરા આવી પહોંચતા બાળકીના પરિવાર સાથે તેનું પૂન: મિલન કરાવી સંવેદના દાખવી હતી.
ફતેપુરા બસ સ્ટેશન ખાતે સાંજના સમયે એક મહિલા તેના ત્રણ બાળકો સાથે બસ સ્ટેશનમાં બેઠેલા જોવા મળતા બસ સ્ટેશન ખાતે સી ટીમ તેમજ પોલીસ સ્ટાફ ના માણસો તેની પુછપરછ કરતા સામાન્ય અસ્થિર મગજ જેવું જણાતી આ મહિલા પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી ગામના હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ છોકરાઓના કપડા ખરીદવા માટે ઘરેથી નીકળ્યા હતા, પરંતુ રસ્તો ભૂલી જતા પાટણ થી સુરત અને સુરત થી ફતેપુરા આવી પહોંચીયા તેઓ ફતેપુરા બસ સ્ટેશન ખાતે બેઠેલા હતા. તેની જાણ સી ટીમ તેમજ પોલીસ સ્ટાફના માણસો થતા આ અસ્થિર મગજ જેવી જણાતી મહિલાને પોલીસ સ્ટેશન લાવીને પુછપરછ કરતા તેઓએ પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી ગામના વતની હોવાનું જણાવ્યું હતું. તેના પતિનો ટેકનિકલ સોર્સના આધારે સંપર્ક કરીને તેના પતિને ફતેપુરા મુકામે બોલાવવામાં આવ્યા હતા. ત્યાં સુધી ફતેપુરા પીએસઆઇ જી.કે.ભરવાડ સંવેદના દાખવીને આ મહિલા તેમજ તેના બાળકો માટે જમવાની વ્યવસ્થા કરી તેની ઓળખ છતી કરી જરૂરી આધાર પુરાવા સાથે આ મહિલા તેમજ તેના બાળકોને તેના પતિને સોંપવામા આવ્યાં હતા.