ફતેપુરાના આરોગ્ય ઝેર સબ સેન્ટરની કલેકટરએ મુલાકત લીધી ગેરહાજર સી.એચ.ઓ.ને કારણ દર્શક નોટીસ આપી

દાહોદ જીલ્લાના ફતેપુરાના આરોગ્ય ઝેર સબ સેન્ટરની કલેક્ટરની ઓચિંતી મુલાકાત દરમ્યાન સબ સેન્ટરના સીએચઓ ગેરહાજર રહેતાં આ અંગે તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા ગેરહાજર સીએચઓને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવતાં ગુલ્લેબાજ સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

ગત તા.25મી જુલાઈના રોજ દાહોદ જીલ્લા કલેક્ટર ફતેપુરા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પહોંચ્યાં હતાં જ્યાં કાર્યક્રમ બાદ દાહોદ કલેક્ટર દ્વારા ફતેપુરા તાલુકામાં આવેલ વિવિધ આરોગ્ય વિભાગોમાં તેમજ વિવિધ પ્રાથમીક શાળાઓમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ફતેપુરાના ઝેર આરોગ્ય સબ સેન્ટર ખાતે કલેક્ટર પહોંચતાંની સાથે જ્યાં ફરજ બજાવતાં સીએચઓ ગેરહાજર જોવા મળતાં કલેક્ટર દ્વારા તાલુકા આરોગ્ય અધિકારીને સુચનો કરવામાં આવ્યાં હતાં જ્યાં તાલુકા અધિકારી દ્વારા ગેરહાજર સીએચઓ મીનાક્ષીબેન પગીને કારણદર્શક નોટી ફટકારવામાં આવી હતી. જાણવા મળ્યાં અનુસાર, આ સીએચઓ મીનાક્ષીબેન પગી રજા વગર રજા ઉપર ગયાં હતાં. ત્યારે સીએચઓને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવતાં ગુલ્લેબાજ સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.