ફતેપુરા,ફતેપુરાથી વાયા બટકવાડા ઉખરેલી સંતરામપુર તરફ જવાના માર્ગમાં ઠેર ઠેર મોટા ખાડાઓ પડી જતા મુસાફર સહિત રસ્તે પસાર થતાં લોકોને વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.
ફતેપુરાથી વાયા બટકવાડા સંતરામપુરના 20 કિ.મી.ના માર્ગમાં અનેક જગ્યાઓ પર મોટા ખાડાઓ ડામર રોડમાં પડી જવા પામ્યા છે. રસ્તામાં પડેલ ખાડાઓનુ સમારકામ હાથ ધરવામાં ન આવતા પસાર થતાં વાહનચાલકોને અનેક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ફતેપુરાથી વાયા ઉખરેલી સંતરામપુરના સીંગલપટ્ટી રોડ તેમાં અનેક જગ્યા ઉપર અકસ્માત નોતરે તેવા વળાંકો એમાંય મસમોટા ખાડાઓ અને તુટેલા રસ્તાને લઈને લોકો સરકાર તેમજ વહીવટી તંત્ર પ્રત્યે રોષની લાગણી વ્યકત કરી રહ્યા છે. જવાબદાર સરકાર તેમજ વહીવટી તંત્ર દ્વારા ફતેપુરાથી વાયા ઉખરેલી સંતરામપુરને જોડતો રોડમાં રસ્તાનુ સમારકામ કરવામાં આવે અકસ્માત નોતરે તેવા વળાંકો દુર કરાય સાથે ડબલ ટ્રેક ડામર રોડનુ નિર્માણ કરાય તેવી આ વિસ્તારના લોકોની પ્રબળ માંગ ઉઠવા પામી છે.