ફતેપુરા,
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બલૈયા ગામે 15 થી 20 ઈસમોના ટોળાએ અગમ્યકારણોસર બે વ્યક્તિઓ ઉપર મારક હથિયારો વડે જીવલેણ હુમલો કરતાં એકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જ્યારે એકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
બલૈયા ગામે આજરોજ ગામમાં રહેતાં 15 થી 20 ઈસમોના ટોળાએ અગમ્યકારણોસર ગામમાં રહેતાં સંગાડા ટીનાભાઈ રામાભાઈ તથા વળવાઈ કાળુભાઈ ઉપર મારક હથિયારો વડે જીવલેણ હુમલો કરતાં ઉપરોક્ત બંન્ને વ્યક્તિઓને ટોળાએ મારક હથિયારો વડે શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર માર મારતાં ઉપરોક્ત બંન્ને વ્યક્તિઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવતાં જ્યાં સારવાર દરમ્યાન સંગાડા ટીનાભાઈનું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત વળવાઈ કાળુભાઈના બંન્ને પગે ગંભીર ઈજાઓ પહોંચાડતાં તેઓ દવાખાને સારવાર લઈ રહ્યાં છે. ઘટનાને પગલે ગામમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ સંબંધે સ્થાનીક પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફરાર હુમલાખોરોના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે. સમાચાર લખાય છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ નોંધાંવવા પામી નથી.