ફતેપુરાના નિંદાપૂર્વ ગામે ચેકીંગ દરમિયાન દેશી પિસ્ટલ સાથે ઈસમને ઝડપ્યો

દાહોદ,દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નિંદકાપુર્વ ગામેથી પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન એક ઈસમ પાસેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની માઉઝર પિસ્ટલ કિંમત રૂા.3,000 સાથે મોબાઈલ ફોન તેમજ ફોર વ્હીલર ગાડીની કિંમત મળી કુલ રૂા.31,3000નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.

ગત તા.16મી માર્ચના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે ફતેપુરાના નિંદકાપુર્વ ગામે આમલીખેડા જાહેર રોડ ઉપર નાકાબંધી કરી આવતાં જતા તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેક એક ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસે ગાડીના ચાલકઅજમલભાઈ બચુભાઈ કિશોરી (રહે. મોટાનટવા, તા. ફતેપુરા, જિ.દાહોદ) નાની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો. જેથી પોલીસે ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની માઉઝર પિસ્ટલ કિંમત રૂા.3,000, બે મોબાઈલ ફોન તેમજ ફોર વ્હીલર ગાડીની કિંમત મળી કુલ રૂા.31,3000ના મુદ્દામાલ સાથે અટકાયત કરી આ દેશી હાથ બનાવટની માઉઝર પિસ્ટલ સુનિલભાઈ પારસીંગભાઈ માલીવાડ (રહે. મોટાનટવા, તા. ફતેપુરા, જિ.દાહોદ), પ્રવિણભાઈ ગણપતભાઈ દામા (રહે. સુરપુર, તા. સંતરામપુર, જિ. મહીસાગર) અને કાળુભાઈ (રહે. આફવા) એકબીજાની સહભાગીમાં લાવ્યો હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરતાં આ સંબંધે સુખસર પોલીસે ઉપરોક્ત તમામ ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.