
- દબાણકર્તાઓએ ગરીબ હોવાના ખોટા પુરાવા રજૂ કરી સરકારી જમીન નામે કરવા દરખાસ્ત કરી હતી.
- રાજ્ય કક્ષાએથી આદેશ થતાં કલેક્ટર દ્વારા માપણી કરાવાઈ.
- સંપૂર્ણ તપાસ બાદ દબાણકર્તા સામે લેન્ડગ્રેબિંગનો ગુનો દાખલ થઈ શકે છે.
ફતેપુરા,
ફતેપુરા તાલુકાના સુખસરમાં મહાદેવ મંદિરની જમીનમાં દબાણ કરી દેવાયુ છે. જે દૂર કરવા માટે છેલ્લા ઘણા વર્ષોથી વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. તેમજ દબાણ કર્તાઓએ ગરીબ હોવાના અને રહેણાંક મકાનના ખોટા પુરાવા ઊભા કરી જમીન નામે કરવા માટે સરકારમાં દરખાસ્ત કરી હતી જેમા અરજદાર દ્વારા રાજ્યકક્ષાએ રજૂઆત કરતા દાહોદ કલેકટરને તપાસ હુકમ કર્યો હતો જેમાં જિલ્લા કલેકટર દ્વારા મંગળવારના રોજ માપણી કરાવાઇ આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના સુખસરમાં મહાદેવ મંદિર માં ધર્મશાળા વાળી જગ્યાએ પાકા દબાણો થઈ ગયા છે. જે દબાણો દૂર કરવા માટે સ્થાનિકો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી તાલુકો ખાઈએથી લઈ જિલ્લા કક્ષા સુધી વારંવાર રજૂઆતો કરવા છતાં દબાણ દૂર કરવામાં આવ્યા ન હતા. જ્યારે દબાણ કર્તાઓ સુખસર સહિત અન્ય શહેરોમાં માલમિલકત અને વૈભવી મકાનો ધરાવે છે છતાં પણ તેઓ દ્વારા ગરીબ હોવાના અને દબાણ વાળી જગ્યાએ રેણક મકાનો ધરાવે છે તેવા ખોટા પુરાવા ઊભા કરી જમીન નામે કરાવવા માટે સરકારમાં દરખાસ્ત કરી હતી. જેમાં અરજદાર દ્વારા રાજ્યકક્ષાએ રજૂઆત કરતા નિયમ બધ્ધ કરવાની ફાઈલ રદ કરી અને પરત જિલ્લા કક્ષાએ મોકલી આપી હતી અને જિલ્લા કલેકટર દાહોદ ને સંપૂર્ણ તપાસ કરવા આદેશ કર્યો હતો જેમાં જિલ્લા કલેકટર દ્વારા મંગળવારના રોજ માપણી કરાવાઈ હતી. માપણીના રિપોર્ટ બાદ દબાણકર્તાઓ સામે લેન્ડ ગેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ શકે છે તેવું જાણવા મળ્યું હતું.
પ્રશ્ર્નો