ફતેપુરામાં જી-સ્વાન ઈન્ટરનેટ સેવા ખોટકાતા કચેરીઓમાં કામકાજ અટક્યુ

ફતેપુરા, ફતેપુરા તાલુકામાં છેલ્લા એક સપ્તાહથી જી-સ્વાન ઈન્ટરનેટ સેવા ખોટકાતા કચેરીઓમાં ઓનલાઈન ચાલતી કામગીરી ઠપ્પ થઈ જવા પામી છે. ઈન્ટરનેટ સેવા બંધ રહેતા કચેરીઓમાં કામકાજ અર્થે આવતા લોકોને પરત ફરવાનો આવ્યો છે. કચેરીઓમાં લોકોના કામકાજ ન થતાં લોકોને ધરમધકકા ખાવાનો વારો આવ્યો છે.

ફતેપુરા તાલુકાના ગામડાઓમાંથી કાળઝાળ ગરમીમાં અગત્યના જરૂરી પોતાના કામકાજ લઈને આવતા લોકોના કામ ન થતાં સમયથી સાથે સાથે રૂપિયાનો પણ વ્યય થઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી તાલુકામાં જી-સ્વાનની ઈન્ટરનેટ સુવિધા વારંવાર ખોટકતા ફતેપુરા તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન, રાષ્ટ્રિયકૃત બેંકો, ગ્રામ પંચાયતો સહિત ઈન્ટરનેટથી ચાલતી તમામ કચેરીઓના કામકાજો ખોરંભે પડ્યા છે. અવાર નવાર ખોટકાતી સેવાને લઈને કચેરીઓના ઓપરેટરો, કર્મચારીઓ અને અધિકારીઓ પોતાનુ કામ લઈને આવતા અરજદારોમાં બીએસએનએલની કથળતી જતી જી-સ્વાન ઈન્ટરનેટ સેવાઓને લઈને લોકોમાં ભારે રોષ ફાટી નીકળેલો જોવા મળી રહ્યો છે.