અનલોક-4 બાદ હવે સરકારે ફરવાના શોખીનો માટે વિવિધ સ્થળોને ખુલ્લા મુક્યાં છે. જેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કાશ્મીર, કર્ણાટકા, દાર્જિલિંગ, રાજસ્થાન જેવી જગ્યાઓ ખુલી મુકાઈ છે. ફરવા માટે હોટ સ્પોટ ગણાતું ગોવા પણ હવે કોવિડ ટેસ્ટ વિના ટ્રાવેલર્સને એન્ટ્રી આપી રહ્યું છે. જ્યારે ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશનમાં હનીમુન ફેવરીટ માલદિવ્સ સાથે દુબઈ, શ્રીલંકા, તુર્કિ જેવા દેશો પણ ફરવા માટે ખુલી ગયા છે. ‘ફેમિલી સાથે ફ્રેન્ડસ સાથે લોકો ટુર પર જવું પસંદ કરે છે. અનલોક બાદ હવે રાજસ્થાનમાં બુકિંગ પેક થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ટુરના પેકેજીસ અને રેટ્સમાં 50 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે એડવેન્ચર ટૂરીંગ માટે પ્રખ્યાત લેહ-લદાખ માટે પણ ઇન્ક્વાયરી વધી છે. ગોવા માટે ઈન્કવાઈરી કરી લોકો દિવાળી બાદનું બુકિંગ કરાવી રહ્યા છે. ગુજરાત ટુરિઝમને આગળ લઈ જવા સરકાર ટ્રાવેલ એજન્સી ઓનર્સને સ્ટેચયુ ઓફ યુનિટી, સોમનાથ, દ્વારકા, પોળો ફોરેસ્ટ ખાતે મોકલી રહી છે. જેથી તેઓ ત્યાં લેવામાં આવતા સેફ્ટી મેઝરમેન્ટના વિડિયો લઈ સોશ્યલ મિડિયા પર શેર કરી શકે. જેથી લોકો આવતા પહેલા વર્ચુઅલ ટુર લઈ ભરોસો કરી શકે છે. TAAG નાં સેક્રેટરીએ કહ્યું કે, ‘ગુજરાત ટુરિઝમ દ્વારા પોળો ફોરેસ્ટ માટે સ્પેશ્યલ 20 બસો શરૂ કરાઇ છે. જેથી લોકોને પોળોની વિઝિટ કરતા વધુ ચાલવું ના પડે. અડાલજની વાવ, રિવરફ્રન્ટ તેમજ ગુજરાતમાં ફરવા માટેના વિવિધ સ્થળો પર ટેગ ટ્રાવેલ એસોસિએશન અને ટુરિઝમ દ્વારા ચાઈ પે ચર્ચા કાર્યક્રમ યોજાય છે.