ફરી એક વખત ટકરાશે ભારત અને પાકિસ્તાન, લાહોરમાં ટ્રોફી માટે ટકકર થશે

ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૪માં ભારત અને પાકિસ્તાનની ટકકર બાદ બંન્ને દેશના ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઈસીસીને આગામી ચેમ્પિયનટ્રોફી ૨૦૨૫નું શેડ્યુલ મોકલ્યું છે. આગામી ૮ મહિનામાં ચાહકો ફરી એક વખત ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર જોવા મળી શકે છે. પીસીબીએ ભારત અને પાકિસ્તાનની મેચ લાહૌરમાં આયોજન કરવાની રજુઆત કરી છે.પરંતુ આના પર ભારતીય સરકારની મંજુરી આવવાની બાકી છે કે, ભારતીય ટીમ આ આઈસીસી ઈવેન્ટ માટે પાકિસ્તાન જશે કે નહિ.

ક્રિકબઝના રિપોર્ટ મુજબ ચેમ્પિયન ટ્રોફી ૨૦૨૫નું આયોજન ૧૯ ફ્રેબુઆરી થી ૯ માર્ચ સુધી પાકિસ્તાનમાં રમાશે. આઈસીસીને જે શેડ્યુલ મોકલ્યું છે, તે અનુસાર આ ટૂર્નામેન્ટ માટે લાહૌર , કરાંચી અને રાવલપિંડીના વેન્યુની પસંદગી થઈ છે. આ ૩ મેદાન પર ૮ ટીમ ૧૫ લીગ સ્ટેજ મેચ રમશે. ભારત અને પાકિસ્તાનની લીગ સ્ટેજની છેલ્લી મેચ હશે.

કરાંચીમાં બુધવાર ૧૯ ફ્રેબુઆરીના રોજ ઓપનિંગ મેચ રમાશે. ૨ સેમિફાઈનલ કરાંચી અને રાવલપિંડીમાં હશે. શેડ્યૂલ મુજબ રવિવાર ૯ માર્ચના રોજ ખિતાબી મુકાબલો લાહૌરમાં રમાશે. હાલમાં તો ન તો પીસીબી અને ન તો આઈસીસી હાઈબ્રિડ મોડલની વાત કરી રહ્યું છે. હવે સૌ કોઈની નજર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ભારત સરકાર પર ટકેલી છે.

ભારતીય ટીમે લાંબા સમયથી પાકિસ્તાન ક્રિકેટ સાથે મેચ રમી નથી. હવે જ્યારે પાકિસ્તાનને કોઈ મેચની મેજબાની મળી છે. ત્યારે ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલના આધાર પર છે. ત્યારે હવે જોવાની વાત એ છે કે, ચેમ્પિયન ટ્રોફીનું આયોજન કઈ રીતે થાય છે, લગભગ ૮ વર્ષની લાંબી રાહ બાદ ૨૦૨૫માં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવશે, જેનું આયોજન પાકિસ્તાન કરશે. હવે આ ટૂર્નામેન્ટના આયોજનમાં સૌથી મોટો મુદ્દો ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન જવાનો છે, જેના પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી