ફરી એક વખત શાહિદ આફ્રિદી રિટાયરમેન્ટ તોડીને મેદાનમાં વાપસી કરી રહ્યો છે

ઇસ્લામાબાદ,

પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને રિટાયરમેન્ટ તોડવામાં મહારત હાંસલ છે. હવે ફરી એક વખત શાહિદ આફ્રિદી ક્રિકેટના મેદાન પર વાપસી કરવા માગે છે, શાહિદ આફ્રિદી આગામી પાકિસ્તાન સુપર લીગ ૨૦૨૩માં ભાગ લેવા માગે છે. શાહિદ આફ્રિદીએ ક્વેટા ગ્લેડિએટર્સ માટે ગત સીઝન રમી હતી, પરંતુ પીઠની ઇજાના કારણે તેણે ટૂર્નામેન્ટ વચ્ચે જ બહાર થવું પડ્યું હતું. થોડા દિવસ બાદ તેણે પીેસએલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી.

૪૨ વર્ષીય શહીદ આફ્રિદીએ કહ્યું કે, પીએસએલમાં પેશાવર જાલ્મી અને મૂલ્તાન સુલ્તાન્સ સાથે તેનો ટાઇમ સૌથી સારો હતો અને આગામી સીઝન માટે તે કોઇ પણ ફ્રેન્ચાઇઝી સાથે જોડાવા માટે ઇચ્છુક છે. શાહિદ આફ્રિદીએ કહ્યું કે, મને ખબર નથી કે, હું ક્યાં જઇશ. જો કોઇ ફ્રેન્ચાઇઝી ઓફર કરે છે, તો હું નિશ્ર્ચિત રૂપે સાથે જઇશ. હું કામ કરીશ કેમ કે, તે પાકિસ્તાન બાબતે છે. જ્યારે તેને પૂછવા આવ્યું કે, તેને કઇ ટીમ સાથે રમવામાં સૌથી વધુ મજા આવી, તો આ ક્રિકેટરે જવાબ આપ્યો પેશાવર જાલ્મી સાથે મારો સમય ખૂબ સારો વિત્યો.

તેણે આગળ કહ્યું કે, અમારી યોજના યુવાઓની પ્રતિભાને અવસર આપવાની હતી, ખાસ કરીને ખૈબર પખ્તુન્ખ્વાથી. બીજી વાત મેં મુલ્તાન સુલ્તાન્સ સાથે પોતાના કાર્યકાળ દરમિયાન ખૂબ મસ્તી કરી. સારા માલિકો સાથે જ આ એક પ્રોફેશનલ ટીમ છે. શાહિદ આફ્રિદીએ પહેલી વખત વર્ષ ૨૦૦૬માં ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. જો કે, બે અઠવાડિયાની અંદર જ પાછી લઇ લીધી હતી.

૫ વર્ષ બાદ વર્ષ ૨૦૧૧માં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ વન-ડે ટીમની કેપ્ટન્સી છીવની લીધી હતી, જેના કારણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો, પરંતુ તેણે ૫ મહિના બાદ વાપસી કરી લીધી. પછી શાહિદ આફ્રિદીએ વર્ષ ૨૦૧૨માં વન-ડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું મન બનાવી લીધું, પરંતુ વર્ષ ૨૦૧૫ના વર્લ્ડ કપ સુધી વન-ડે મેચો રમવાની ચાલુ રાખી. વર્ષ ૨૦૧૭માં તેણે ઔપચારિક રૂપે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી નાખી.