સર્વોચ્ચ અદાલતે મૃત્યુદંડના દોષિતોની દયા અરજીઓ ફગાવી દીધી છે પછી પણ ફાંસી આપવામાં વિલંબ શા માટે થાય છે તેના પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટએ કહ્યું કે ફાંસી આપવામાં કોઈ વિલંબ ન થાય તે માટે તે રાજ્ય અને ન્યાયતંત્ર માટે માર્ગદશકા જારી કરશે. દેશની જેલોમાં ૫૬૧ મૃત્યુદંડના કેદીઓ કેદ છે. ઉત્તર પ્રદેશની જેલોમાં સૌથી વધુ ૧૧૯ કેદીઓ છે.
બળાત્કાર અને હત્યા કેસમાં ફાંસીની સજામાં વિલંબને કારણે, મુંબઈ હાઈકોર્ટ દ્વારા સજાને ૩૫ વર્ષની કેદમાં ફેરવવામાં આવી હતી. જસ્ટિસ અભય ઓકા, અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે આ નિર્ણય સામે મહારાષ્ટ્ર સરકારની અપીલ પર સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.જસ્ટિસ ઓકાએ પૂછ્યું, શું આપણે એવી પ્રક્રિયા ન બનાવી શકીએ કે જેમાં સુપ્રીમ કોર્ટ મૃત્યુદંડની પુષ્ટિ કરે પછી રાજ્ય ફાંસી માટે વોરંટ જારી કરવા માટે સેશન્સ કોર્ટનો સંપર્ક કરે ?
આ પછી, દોષિતને નોટિસ આપવામાં આવે છે અને કાનૂની રજૂઆત કરવામાં આવે છે. તેમાં આરોપીને અધિકારો વિશે માહિતગાર કરવામાં આવશે અને તેની પુષ્ટિ કરવામાં આવશે કે દોષિતની કોઈ દયા અરજી પેન્ડિંગ છે કે નહીં.૨૦૦૭ પુણેના બીપીઓમાં કામ કરતી ૨૨ વર્ષીય યુવતીનો સામૂહિક બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે બે લોકોને ફાંસીની સજા ફટકારી છે. સુપ્રીમ કોર્ટે ૨૦૧૫ માં સજાની પુષ્ટિ કરી હતી. પરંતુ ઘણાં વર્ષો પછી પણ જ્યારે તેમને ફાંસી આપવામાં ન આવી ત્યારે ગુનેગારોએ બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.
હાઈકોર્ટે તેને ૩૫ વર્ષની કેદમાં બદલી આપુ હતી. ફાંસીની સજામાં વિલંબનો ઉલ્લેખ કરતાં સર્વોચ્ચ અદાલતે પૂછયું કે આટલાં વર્ષો પછી શું આપણે તેને ફરીથી મૃત્યુદંડમાં ફેરવી શકીએ ? નવ વર્ષ બહુ મોડું નથી થયું ? સુપ્રીમ કોર્ટમાંથી મૃત્યુદંડની પુષ્ટિ થયાં પછી, દોષિત રાજ્યપાલ અથવા રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી દાખલ કરે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા અપીલ નકારી કાઢવામાં આવ્યાં બાદ, દોષિત પાસે ૩૦ દિવસની અંદર દયાની અરજી દાખલ કરવાનો સમય હોય છે.સામાન્ય રીતે મૃત્યુદંડનો કેદી દયાની અરજી દાખલ કરે છે. સંબંધિત રાજ્યનાં અધિકારીઓને આ અંગે નિર્ણય લેવામાં ઘણો સમય લાગે છે, જેના કારણે વિલંબ થાય છે.