પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. મુનવ્વર રાણા લાંબા સમયથી બીમારીથી પીડિત હતા. તેમણે લખનઉની SGPGI હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનના સમાચારની પુષ્ટિ તેમના પુત્ર દ્વારા કરવામાં આવી છે.
કવિ મુનવ્વર રાણાની તબિયત બગડી ત્યારે તેમને સંજય ગાંધી પોસ્ટગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એટલે કે SGPGI લખનૌમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ લખનૌની મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા. મુનવ્વર રાણા લાંબા સમયથી કિડનીના બિમારીથી પીડાતા હતા અને તેઓ અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરાવતા હતા. તેઓ ક્રોનિક કિડની ડિસીઝથી પીડિત હતા, જેના કારણે તેઓ લાંબા સમયથી જાહેર કાર્યક્રમોમાં ભાગ લઈ શકતા ન હતા.
તાજેતરમાં જ તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ કરતાં ડોક્ટરો પાસે લઈ જવામાં આવ્યા હતા. તેઓ ન્યુમોનિયાથી પણ પીડિત હતા, જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. મુન્નાવર રાણા હોસ્પિટલમાં ઓક્સિજન સપોર્ટ પર હતા. મુનવ્વર રાણાની ગણના દેશના જાણીતા કવિઓમાં થાય છે. તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે.
મુનવ્વર રાણા લાંબા સમયથી હ્રદય અને અન્ય બીમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ હતા. તેઓ ઉર્દૂ કવિતાની દુનિયામાં ખૂબ પ્રખ્યાત હતા. તેમને 2014માં સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ મળ્યો હતો. મુન્નવર રાણાએ માતા પરની કવિતા માટે વિશ્વભરમાં ખ્યાતિ મેળવી છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા.
પ્રખ્યાત ઉર્દૂ શાયર મુનવ્વર રાણાનું નિધન થયું છે. ૭૧ વર્ષના મુનવ્વર રાણા છેલ્લા ઘણા સમયથી ગંભીર બીમારીથી પીડિત હતા. પાંચ દિવસ પહેલા તેમને લખનઉના સંજય ગાંધી પીજીઆઈના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુનવ્વર રાણાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેમના નિધનથી ઉર્દૂ સાહિત્યની દુનિયામાં એક ખાલીપો સર્જાયો છે, જે ભરવો મુશ્કેલ બનશે.
મુનવ્વર રાણાનો જન્મ ૨૬ નવેમ્બર ૧૯૫૨ના રોજ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં થયો હતો પરંતુ તેમણે પોતાનું મોટાભાગનું જીવન કોલકાતામાં વિતાવ્યું હતું. મુનવ્વર રાણાના ગુરુનું નામ અબ્બાસ અલી ખાન બેખુદ હતું. પોતાની શાયરીમાં ફારસી અને અરબી ભાષાને ટાળનારા મુનવ્વર રાણાને યુવાનોમાં પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. તેમણે વિશ્વના ઘણા દેશોમાં મુશાયરા કર્યા. તેમની શાયરીમાં હિન્દી અને અવધિનો અનોખો સમન્વય જોવા મળે છે. જે તેમની શાયરીને સામાન્ય લોકો સાથે જોડે છે. બિન-ઉર્દૂ ભાષી વિસ્તારોમાં મુનવ્વર રાણાની લોકપ્રિયતા આનો પુરાવો છે.
મુનવ્વર રાણાની ઘણી ગઝલો પ્રકાશિત થઈ છે. તેમની લેખનશૈલીની વાત કરીએ તો તેનું કેન્દ્રબિંદુ ‘માં’ છે. તેમની માતા પર લખેલી પંક્તિ, ‘ક્સિી કો ઘર મિલ હિસ્સે મે યા કોઈ દુકાન આયી. મૈં ઘરમે સબસે છોટા થા મેરે હિસ્સે મે માં આઈ’ (‘કોઈને હિસ્સામાં મકાન મળ્યું કોઈના હિસ્સામાં દુકાન આવી. હું ઘરમાં સૌથી નાનો હતો, મારા હિસ્સામાં ‘માં’ આવી’) દરેક વ્યક્તિના હોઠ પર છે.
મુનવ્વર રાણા તેમની શાયરી દ્વારા સામાજિક અને રાજકીય મુદ્દાઓ પણ ઉઠાવતા રહ્યા છે. મુશાયરા દરમિયાન તેમણે ઘણી વખત દેશની રાજનીતિ પર તીખી ટિપ્પણી કરી હતી. ૨૦૧૨ માં તેમને ઉર્દૂ સાહિત્યની સેવાઓ માટે શહીદ શોધ સંસ્થાન દ્વારા માટી રતન સન્માનથી નવાજવામાં આવ્યા હતા. ૨૦૧૪માં ભારત સરકારે તેમને ઉર્દૂ ભાષામાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કર્યા. પરંતુ મુનવ્વર રાણાએ અસહિષ્ણુતાનો આરોપ લગાવીને ૨૦૧૫માં સાહિત્ય અકાદમી પુરસ્કાર પરત કરી દીધો હતો.