મુંબઇ, આખરે અમૃતા પ્રીતમ અને ઇમરોઝની પ્રેમ કહાનીનો આજે અંત આવ્યો છે. પ્રખ્યાત કવિ અને ચિત્રકાર ઇમરોઝે પણ દુનિયાને અલવિદા કહી દીધું. આજે ૯૭ વર્ષની વયે તેમણે મુંબઈના કાંદિવલી સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનની પુષ્ટિ તેમના નજીકના મિત્ર અને કવિ અમિયા કુંવરે કરી હતી. અમિયાના કહેવા પ્રમાણે ઇમરોઝ ઘણા સમયથી બીમાર હતા.
તેમને થોડા દિવસો માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ માત્ર ૨ દિવસ પહેલા જ તેમને ઘરે લાવવામાં આવ્યા હતા, જ્યાં આજે તેમનું મૃત્યુ થયું હતું. તેમના નિધનથી સાહિત્ય જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મુંબઈમાં જ તેમના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે.
ઇમરોઝનું તેમના જીવનમાં સૌથી વિશેષ જોડાણ પ્રખ્યાત કવિયત્રી અમૃતા પ્રીતમ સાથે હતું. તેમની અને અમૃતા પ્રીતમની લવ સ્ટોરી આખી દુનિયામાં ફેમસ છે. બંને એકબીજાની એટલા નજીક હતા કે લગ્ન કર્યા વગર ૪૦ વર્ષ સુધી સાથે રહ્યા. ઇમરોઝ તેના અંતિમ દિવસોમાં પણ અમૃતા પ્રીતમ સાથે રહ્યા હતા. ૨૦૦૫માં અમૃતાનું અવસાન થયું હતું. અમૃતા તેને જીત કહેતી હતી. અમૃતા-ઇમરોઝની ઉંમરમાં ૭ વર્ષનો તફાવત હતો. અમૃતાના મૃત્યુ પછી ઇમરોઝ કવિ બન્યા. અમૃતાએ તેની અંતિમ ક્ષણોમાં ઇમરોઝ માટે એક કવિતા લખી હતી. આ કવિતાના શબ્દો હતા- હું તને ફરી મળીશપ. ઇમરોઝે અમૃતા માટે એક કવિતા પણ લખી હતી, જેની શરૂઆતના શબ્દો હતા તેણે પોતાનું શરીર છોડી દીધું છે, અમારી સાથે નહીં