ફેમીલી કોર્ટ, નડીઆદ તથા કપડવંજ, ખેડા અને ઠાસરા ખાતે કાઉન્સેલરની સરકારના વખતો વખતના નોટીફીકેશન મુજબ માનદ વેતન પ્રમાણે આધારીત નીમણૂંક કરવાની થાય છે. જે અંગેની વિગતવારની જાહેરાત તથા અરજીનો નમુનો ફેમીલી કોર્ટ, નડીઆદ ખાતેથી અથવા જીલ્લા અદાલત નડીઆદની વેબલાઈટ https://kheda.dcourts.gov.in/. ઉપરથી ડાઉનલોડ કરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેઓના અરજી ફોર્મ બંધ કવરમાં તારીખ: 01/07/2024 ના સવારે 10:30 વાગ્યાથી તારીખ: 08/07/20ર4 ના સાંજના 06:10 વાગ્યા સુધી રૂબરૂ અથવા રજીસ્ટર પો.એ.ડી. દ્વારા ફેમીલી કોર્ટ, નડીઆદ ખાતે મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે. અન્ય રીતે મોકલવામાં આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહી કે ધ્યાને લેવામાં આવશે નહી તથા તા. 08/07/2024 નારોજ સાંજના 06:10 પછી મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી. ઈન્ટરવ્યુની તારીખ: 18/07/2024 થી 20/07/20ર4 ની રહેશે, તેમ મુખ્ય જજ ફેમિલિ કોર્ટ નડિયાદ દ્વારા જણાવેલ છે.