ફક્ત ફરઝાના જ એક એવી વ્યક્તિ છે જે રેખાના બેડરૂમ સુધી જઈ શકે છે.

બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી રેખાએ એકબાજુ જ્યાં પોતાના અભિનયથી દર્શકોના હ્રદય જીત્યા છે ત્યાં બીજી બાજુ  તેની પર્સનલ લાઈફ પણ ખુબ ચર્ચામાં રહે છે. રેખાની લવ લાઈફ આજે પણ લોકોના મોઢે જોવા મળે છે. તેના અને અમિતાભ બચ્ચનના કિસ્સા લોકો યાદ કરતા રહે છે. બીજી બાજુ રેખાએ પણ ક્યારેય તેના પ્રેમને છૂપાવવાની કોશિશ કરી નથી. જો કે અભિનેત્રીના એક રિલેશનશીપ વિશે બહુ ઓછા લોકો જાણે છે. 

વાત જાણે એમ છે કે રેખાની બાયોગ્રાફી ‘રેખા: ધ અનટોલ્ડ સ્ટોરી’ ને યાસીર ઉસ્માને લખી છે. જેમાં કહેવાયું છે કે અભિનેત્રી રેખા ફરઝાના સાથે લિવ ઈન રિલેશનશીપમાં છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ફક્ત ફરઝાના જ એક એવી વ્યક્તિ છે જે રેખાના બેડરૂમ સુધી જઈ શકે છે. બાકી હાઉસ હેલ્પ સુદ્ધને રેખાના બેડરૂમમાં જવાની મંજૂરી નથી. પુસ્તકમાં લખ્યું છે કે ‘ફરઝાના રેખા માટે પરફેક્ટ પાર્ટનર છે. તે તેની સલાહકાર, મિત્ર, સપોર્ટર છે અને રેખા તેના વગર જીવી શકતી નથી.’

પુસ્તકમાં વધુમાં લખ્યું છે કે એવો દાવો પણ કરવામાં આવે છે કે ફરઝાના રેખાની લવર છે અને ફક્ત તેને જ બેડરૂમમાં જવાની મંજૂરી છે. જ્યારે ઘરમાં કામ કરનારા લોકો સુદ્ધા બેડરૂમમાં જઈ શકતા નથી. ફરઝાના એ વાત ઉપર પણ સટીક નજર રાખે છે કે રેખાના ઘ અને જીવનમાં કોણ કોણ આવે છે. ફરઝાનાને રેખાના દરેક કોલની જાણકારી રહે છે અને તે તેની દરેક મિનિટનો હિસાબ રાખે છે. ફક્ત એટલું જ નહીં પુસ્તકમાં એક મોટો દાવો એ પણ કરવામાં આવ્યો છે અને લખવામાં આવ્યું છે કે ફરઝાનાના કારણે જ રેખાના દિવંગત પતિ મુકેશ અગ્રવાલે સ્યુસાઈડ કર્યું હતું. 

મુકેશ દિલ્હીના એક બિઝનેસમેન હતા. 1990માં મુકેશે આત્મહત્યા કરી હતી. જ્યારે રેખા તે સમયે લંડનમાં હતી. પોતાની સ્યૂસાઈડ નોટમાં મુકેશે લખ્યું હતું કે તેના મોત માટે કોઈ પણ જવાબદાર નથી,રેખા તો બિલકુલ નહીં. મુકેશના મોત બાદ રેખાને અનેક પ્રકારના નામ આપવામાં આવ્યા હતા. પુસ્તકમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે આ ઘટના બાદ સુભાષ ઘાઈ, અનુપમ ખેર વગેરે રેખા વિરુદ્ધ થઈ ગયા હતા.