વિવાદમાં સપડાયેલી અમદાવાદની કલર મર્ચન્ટ કો ઓપરેટિવ બેંક અંગે રિઝર્વ બેંકે મોટો નિર્ણય લીધો છે. રિઝર્વે બેંકે ગઈકાલે મોડી રાતે નિર્ણય લીધો કે, આ બેંકને કલમ 35-એ લાગુ કરી દેવામાં આવી છે. રિઝર્વ બેંકના આ નિર્ણયને પગલે કેટલાક નિયમો લાગુ કરાયા છે. જેમ કે, બેંકના કોઈ પણ ખાતેદાર તેના કરન્ટ કે સેવિંગ એકાઉન્ટમાંથી એકવાર 50000 રૂપિયાનો ઉપાડ કરી શકે છે. ત્યાર બાદ તેમને ઉપાડ કરી દેવામાં નહિ આવે.
રિઝર્વ બેંકે 25 સપ્ટેમ્બરના આદેશમાં જણાવ્યું કે, બેંકના કોઈ પણ ખાતેદાર તેના કરન્ટ કે સેવિંગ એકાઉન્ટમાંથી એકવાર 50000 રૂપિયાનો ઉપાડ કરી શકે છે. ત્યાર બાદ તેમને ઉપાડ કરી દેવામાં નહિ આવે. સાથે જ બેંક નવી લોન નહિ આપી શકે. લેણિયાતોના રૂપિયા ચૂકવી શકશે નહિ અને પોતાની કોઈ પણ મિલકત વેચી નહિ શકે.
આ બેંકમાં અંદાજે 50,000 થાપણદારોના નાણાં અટવાયા છે. કલર મર્ચન્ટ કોઓપરેટિવ બેંકની નોન પરફોર્મિંગ એસેટ્સ એટલે કે ફસાયેલી મૂડી 2022 ના માર્ચ સુધીમાં જ 56 ટકા વધી ગઈ હોવાથી રિઝર્વ બેંકે આ નિર્ણય લીધો છે.
સાથે જ ડિપોઝીટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશનમાં બેન્કે વીમા ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ જમા કરાવ્યું હોવાથી બેંકના કરન્ટ અને સેવિંગ ખાતાધારકોને 5 લાખ સુધીની થાપણો પાછી મળશે. 5 લાખથી વધારાની રકમ બેંકની રિકવરી આવે તેના બાદ જ મળી શકશે.
ઉલ્લેખનીય છે કે, બેંકના ચેરમેન બિમલ પરીખ, જનરલ મેનેજર કિન્નર શાહ, અતુલ શાહે એજન્ટ ચિંતન શાહ અને બળદેવ રબારી સાથે મળીને લાખોની ઉચાપત કરી. ચેકથી નાણાં ઉપાડીને લોન લેનારાઓને નવડાવ્યા હતા. આ તમામની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બિમલ પરીખ અને કિન્નર શાહના જામીન મંજૂર કરાયા છે.
તેમજ ગુજરાત હાઈકોર્ટમાં કલર મર્ચન્ટ બેંકના લોન ફ્રોડ કેસના હિયરીંગ દરમિયાન કોર્ટરૂમમાં ફિનાઈલ પી જઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. દંપતી સહિત ચારે જણાને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા.