નવીદિલ્હી,
વિશ્ર્વમાં સૌથી મોટી બીજી છટણી આવી રહી છે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સે મંગળવારે જાહેરાત કરી હતી છે કે તેના કર્મચારીઓમાંથી ૧૦,૦૦૦ કર્મચારીઓને છૂટા કરશે. કંપનીએ ૧૧,૦૦૦ કર્મચારીઓને છૂટા કર્યાના ચાર મહિના પછી ફરી મોટી છટણી કરી રહી છે. કોરોનાની બીજી લહેર બાદ સૌથી મોટી ટેકનોલોજી કંપની બની ગઈ છે. જેને સૌથી વધારે કર્મચારીઓને ઘરભેગા કર્યા છે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માર્ક ઝકરબર્ગે કર્મચારીઓને એક સંદેશમાં જણાવ્યું હતું કે, અમે અમારી ટીમના કદમાં આશરે ૧૦,૦૦૦ લોકોનો ઘટાડો કરવાની અને અંદાજે ૫,૦૦૦ વધારાની જગ્યાઓ ભરવાના હતા તે બંધ કરી રહ્યાં છીએ. ફેસબુક-પેરેન્ટ મેટા પ્લેટફોર્મ્સે મંગળવારે છટણીના બીજા રાઉન્ડની જાહેરાત કરી. તેણે કહ્યું કે તે સામૂહિક છટણીના આ રાઉન્ડમાં ૧૦,૦૦૦ નોકરીઓ કાપશે. તમને જણાવી દઈએ કે લગભગ ૪ મહિના પહેલા કંપનીએ ૧૧ હજાર કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. મેટાની સાથે સાથે અમેઝોન, ગૂગલ અને માઈક્રો સોટ જેવી કંપનીઓએ પણ આર્થિક મંદીનું કારણ આગળ ધરીને છટણીની જાહેરાત કરી છે. અમેઝોને ગત વર્ષે ૧૦ હજાર કર્મચારીઓને ઘરભેગા કરી દીધા હતા. આ મહિનાની શરૂઆતમાં જ મેટાએ જાહેરાત કરી હતી કે વર્ષ ૨૦૨૩માં ખર્ચ ૮૯ થી ૯૫ બિલિયન ડોલરની વચ્ચે રહેવાનો અંદાજ છે. મેટા પ્લેટફોર્મ ઇંકના બજેટમાં લેટ લતિફી અને કર્મચારીઓના નોકરીમાં કાપથી કર્મચારીઓમાં પણ ચિંતા વ્યાપી છે. કંપની પોતાના ખર્ચા ઓછા કરવા માટે નોકરીઓ ઘટાડી રહી છે. ગયા વર્ષે નવેમ્બરમાં છટણી પાછળ કંપની દ્વારા આપવામાં આવેલ કારણ એ હતું કે કંપનીએ વધુ લોકોની ભરતી કરી હતી અને કંપની વૈશ્ર્વિક સ્તરે ઘણા પડકારોનો સામનો કરી રહી છે. હવે ફરી એકવાર છટણી પાછળ આ કારણ જણાવવામાં આવી રહ્યું છે, તેની સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપનીની ઘટતી કમાણીને વધારવા માટે ખર્ચ ઘટાડવાનો આગ્રહ થઈ રહ્યો છે. કંપનીનું કહેવું છે કે ગયા વર્ષના ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવક ઇં૩૨.૧૭ બિલિયન હતી અને ૨૦૨૨માં કંપનીની કુલ આવક ઇં૧૧૬.૬૧ બિલિયન હતી. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કંપનીની ચોથા ક્વાર્ટરની કમાણી ૪ ટકા ઘટી છે, જ્યારે ૨૦૨૨માં કંપનીની વર્ષ-દર-વર્ષની કમાણી ૧ ટકા ઘટી છે. માત્ર લોકો જ નહીં, રિપોર્ટમાં એવો પણ સંકેત આપવામાં આવ્યો છે કે કંપની તેના કેટલાક પ્રોજેક્ટ્સ પણ બંધ કરી શકે છે. આ ઘટાડો કંપનીના કેટલાક વિભાગોને લક્ષ્ય બનાવશે, તે એક સાથે ન હોઈ શકે, પરંતુ કંપની ધીમે ધીમે આ દિશામાં પણ આગળ વધી શકે છે.