ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી

ફતેપુરા, ફતેપુરા તાલુકામાં નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા તારીખ 12/1/2024 થી 19/1/2024 સુધી ભીતોડી,છાલોર, નાની ઢઢેલી,મોટાનટવા જેવા ગામોમાં 15 થી 29 વર્ષના યુવાનોની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.જેમાં ભેતોડી ગામે 12 જાન્યુઆરી-2024 ના રોજ સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર અને યુવાનો માટે ચર્ચા કર્યા બાદ એક ટેસ્ટ અને ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવી હતી. સાથે રમત સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. જેમાં 45 જેટલા યુવાનોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો. પ્રથમ સ્થાન પારગી જીવિકાબેન અને બીજો નંબર પારગી વિક્રમભાઈએ મેળવ્યો હતો.ત્યારબાદ 13 જાન્યુઆરી-2024 ના રોજ નાની ઢઢેલી મુકામે જીવનદીપ વિદ્યાલયમાં ચિત્ર સ્પર્ધા કાર્યક્રમ યોજવામાં આવી હતી.જેમાં 25 જેટલા બાળકોએ ભાગ લીધો હતો.તારીખ 15 જાન્યુઆરી 2024 ના રોજ છાલોર સ્કૂલમાં 50 જેટલા બાળકોએ ભાગ લીધો હતો.જેમાં નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી તથા 17 જાન્યુઆરી-2024 ના રોજ મોટા નટવા ગામે 35 જેટલા બાળકોએ ભાગ લીધો હતો.જેમાં વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. તમામ જગ્યાના યુવાનોને ભીતોડી પ્રાથમિક શાળાના આચાર્ય શંકરભાઈ કટારા દ્વારા યુવાન કોને કહેવાય? યુવાનોની શું ફરજ હોય છે ? તેમને કેવા કાર્યો કરવા જોઈએ ? જેવી બાબતોને ખૂબ જ રમૂજી શૈલીમાં અને દ્રષ્ટાંતો દ્વારા સમજ આપવામાં આવી હતી. સાથે ભાગ લેનાર તમામ યુવાનોને નહેરૂ યુવા કેન્દ્ર દાહોદ દ્વારા પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં તથા જુદી-જુદી સ્પર્ધાઓમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનાર યુવાનને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. સાથે દરેક જગ્યાએ નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ રીતે નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા યુવાનોને પ્રોત્સાહિત કરવા બદલ તમામ જગ્યાએ નેહરૂ યુવા કેન્દ્રનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.