એક્સપ્રેસ વે નજીક તળાવમાં ન્હાવા કૂદેલા ૪ છોકરીનાં મોત નિપજયાં

ખંદોલીમાં યમુના એક્સપ્રેસ-વે ઈન્ટરચેન્જ પર બનેલા તળાવમાં રવિવાર સવારે આઠ વાગ્યે પાણીમાં રમતાં પાંચ બાળકો ડૂબ્યા હતા. તમામની ઉંમર આઠથી ૧૨ વર્ષ છે. જેમાંથી ચાર બાળકીઓના મોત નીપજ્યા છે. મૃતકોમાં હિના, મુન્ની, ચાંદની, મુનિયા નામની ચાર બાળકીઓ સામેલ છે. જેમાંથી ત્રણના ઘટના સ્થળે જ મોત થયા હતા. એકનું હોસ્પિટલ પહોંચ્યા બાદ મોત થયુ હતું.

યમુના એક્સપ્રેસ-વે ઈન્ટરચેન્જ પર વરસાદ દરમિયાન પાણીનું વહેણ વયું હતું. જેને અટકાવવા એક તળાવ બનાવવામાં આવ્યુ હતું. રવિવાર સવારે આઠ વાગ્યે રસ્તા પર ઝૂંપડીઓમાં રહેતાં ૧૦ વર્ષના બાળકો આ તળાવ પાસે રમતાં હતા. રમતાં રમતાં તેઓ પાણીમાં નાહવા કૂદ્યા હતા. જ્યાં તેઓ ડૂબવા લાગ્યા હતાં. પ્રત્યક્ષદર્શી મહિલાએ તળાવમાં ઉતરી બાળકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલા પણ તળાવમાં ડુબવા લાગી હતી. બાદમાં ત્યાંથી પસાર થઈ રહેલા હોમગાર્ડે મહિલા અને એક બાળકને સુરક્ષિત બહાર કાઢ્યા હતાં. બાળકો ડૂબ્યા હોવાની માહિતી ફેલાતાં જ આસપાસના વિસ્તારમાંથી લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસે તરવૈયાની મદદથી ચાર બાળકીઓને બહાર કાઢી હતી. જેમાંથી ત્રણનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયુ હતું.