જુનિયર કલાર્કની પેપર લીક મામલો : જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક મામલે 30 દાહોદ,મહીસાગરના વિદ્યાર્થીઓની ધરપકડ.

  • જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ATSને મોટી સફળતા
  • જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક મામલે 30 વિદ્યાર્થી ઝડપ્યા
  • ATSએ ગુજરાતના વિવિધ જિલ્લામાંથી વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા

09 એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાય તે પહેલા ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. જુનિયર કલાર્કની પરીક્ષામાં પેપર લીક મામલે 30 વિદ્યાર્થીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ATSએ ગુજરાતના વિવિધ જિલ્લામાંથી વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા છે. ATS દ્વારા ઝડપી પાડવામાં આવેલા 30 આરોપીઓમાં 15 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પકડાયેલા વિદ્યાર્થીઓ જુદા જુદા વિસ્તારમાં પરીક્ષા આપવાના હતા. ATSએ છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, અરવલ્લી, જૂનાગઢ, ખેડા મહેસાણા, મહીસાગર જિલ્લાના વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા છે. વિદ્યાર્થીઓએ 10થી 15 લાખ સુધીમાં પેપર ખરીદ્યા હતા. ATSએ તમામ આરોપીઓ વિશે જાણકારી આપી છે. 

તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
ATSએ કહ્યું કે, આ તમામ વિદ્યાર્થીઓને બોલાવીને પેપર સોલ્વ કરાવવામાં આવ્યું હતું. ભાસ્કર ચૌધરી સાથે ભાવ નક્કી કરવામાં આવ્યા હતા અને સિક્યુરીટી પેટે ચેક આપવામાં આપ્યા હતા. ત્યાર બાદ તમામ વિદ્યાર્થીઓને બોલાવીને પેપર સોલ્વ કરાવવામાં આવ્યા હતા. ભાસ્કર ચૌધરીએ એજન્ટો મારફતે યુવાનોએ સંપર્ક કર્યો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. આ મામલે ATS પસંદગી મંડળને જાણ કરશે.

જુનિયર કલાર્ક આરોપી પરીક્ષાર્થીઓના નામ અને જિલ્લો 
નિમેષ કોલચા – છોટાઉદેપુર
ધ્રુવકુમાર પટેલ – છોટાઉદેપુર
વિજયભાઈ રાઠવા – છોટાઉદેપુર
ત્રિકમભાઈ રાઠવા –   છોટા ઉદેપુર
સુનીલ કુમાર રાઠવા – છોટા ઉદેપુર
હાર્દિક કુમાર બારિયા – છોટા ઉદેપુર
દેવેન્દ્રસિંહ રાઠવા – છોટા ઉદેપુર
અરવિંદભાઈ ભોહા – દાહોદ
ચેતનભાઈ ત્રિવેદી – દાહોદ
ભાવેશ બારીયા – દાહોદ
રાકેશકુમાર ડામોર – દાહોદ
લક્ષ્મણભાઈ હઠીલા -દાહોદ
અર્જુનસિંહ ચૌહાણ – મહેસાણા
જયદીપ ચૌધરી – ગાંધીનગર
હરીઓમ દેસાઈ – સાબરકાંઠા
વિપુલ કનુભાઈ દેસાઈ   – સાબરકાંઠા
સંજયભાઈ સંગાડા – દાહોદ
રોહીતભાઈ વગીલા – દાહોદ
આકાશ અરવિંદભાઈ પટેલ – અરવલ્લી
ઉત્સવ નિતીનભાઈ પટેલ – અરવલ્લી 
આકાશ જસુભાઈ પટેલ – અરવલ્લી
સ્મીત સુરેશભાઈ પ્રજાપતિ – ખેડા
જીગર પીઠાભાઈ રામ – જૂનાગઢ 
નિશા પટેલ – મહેસાણા
દિપક્ષિકાબેન પટેલ – અરવલ્લી 
નીધી જનકભાઈ પટેલ – સાબરકાંઠા
મિત્તલબેન પટેલ – મહીસાગર 
લક્ષ્મીબેન રાઠોડ – દાહોદ
પ્રિયંકા બારીયા – છોટા ઉદેપુર
રીનાબેન બારીયા – દાહોદ