દાહોદ, ગુજરાતમાં ગઈકાલે તમામ લોકસભા બેઠકો પર શાંતિપૂર્વક મતદાન થયું હતું, પરંતું શાંતિપૂર્વક મતદાન વચ્ચે દાહોદ લોકસભા બેઠક પર બૂથ કેપ્ચરીંગની ઘટના બની હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તારમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરીંગ કરાયું હતું. આ ઘટનામાં ભાજપના જ નેતાના પુત્રે બુથ કેપ્ચરીંગ કર્યુ હતું. ઉપરથી તેણે બુથ કેપ્ચરીંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી. પોલીસે આ મામલે બે લોકોની અટકાયત કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. વિજય ભાભોર પૂર્વ તાલુકા પ્રમુખનો પુત્ર હોવાની માહિતી હાલ સામે આવી રહી છે.
દાહોદ લોકસભા બેઠક પર ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી ઊટખ કેપ્ચર કર્યું હતું. વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આખી ઘટના લાઇવ પણ કરી હતી. એટલું જ નહીં, વિજય ભાભોરે અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કર્યુ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. વીડિયોમાં ‘EVM તો આપણા બાપનું છે’ તેવું બોલતો હોય તેવું સંભાળાઈ રહ્યું છે.
ચૂંટણીં પંચે રિપોર્ટ મંગાવ્યો….
દાહોદમાં બૂથ કેપ્ચરિંગની ફરિયાદ મામલે ચૂંટણી પંચે રિપોર્ટ મંગાવ્યો છે. ચૂંટણી પંચે જીલ્લા કલેક્ટર પાસેથી રીપોર્ટ મંગાવ્યો હતો. રીપોર્ટના આધારે ચૂંટણી પંચ હવે નિર્ણય લેશે.
પોલીસે બે લોકોની અટકાયત કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી…
આ બાબતે મહિસાગર જીલ્લા કલેક્ટરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વીડિયોમાં બોગસ વોટીંગ થઈ હોવાનું ધ્યાનમાં આવી રહ્યું છે. વીડિયોમાં જે બે લોકો દેખાઈ રહ્યાં છે. તેમને પોલીસે પકડી લીધા છે અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
ઈસ્ટાગ્રામ પર આખી ઘટના લાઇવ કરી….
દાહોદ લોકસભા બેઠકમાં બિહારવાળી થઈ હોવાની ઘટના સામે આવી છે. મહિસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં મતદાન વખતે બૂથ કેપ્ચરીંગ થયું હતું. ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હતું. વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઇવ પણ કરી હતી. અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
વીડિયો વાઈરલ થતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલિટ કર્યો….
કાયદા કે ચૂંટણી પંચનો જાણે કોઈ ખોફ જ ના હોય તેમ ભાજપ નેતાના પુત્રએ બૂથને હાઇજેક કર્યું હતું. તેને EVM પોતાના સાથે લઇ જવાની વાત પણ કરી હતી. વીડિયો વાઈરલ થતાં વિજય ભાભોરે વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલિટ કર્યો છે. દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડો.પ્રભાબેન તાવિયાડે કલેક્ટરને ફરિયાદ કરી હતી. જેને લઈ કલેક્ટર અને જીલ્લા ચૂંટણી અધિકારીએ તપાસ શરૂ કરી છે.