એટલાન્ટિક મહાસાગરમાં ભૂકંપના જોરદાર આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૬.૪, સુનામીની કોઈ ચેતવણી નથી

એટલાન્ટિક, સોમવારે મોડી રાત્રે એટલાન્ટિક મહાસાગરમાં જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) તરફથી મળેલી માહિતી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૪ માપવામાં આવી છે. આ ભૂકંપ ૧૦ કિલોમીટરની ઉંડાઈએ હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં સુનામીને લઈને કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી.

મીડિયા રિપોર્ટમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં કોઈ જાન-માલના નુક્સાનની કોઈ માહિતી નથી. સાથે જ સુનામીને લઈને કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી. જો કે ભૂકંપની તીવ્રતા સામાન્ય કરતા થોડી વધારે હતી, પરંતુ હાલ સ્થિતિ બરાબર છે.

હકીક્તમાં એટલાન્ટિક મહાસાગરમાં ૬.૪ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. USGS  તરફથી મળેલી માહિતી મુજબ આ ભૂકંપ ૧૦ કિલોમીટર નીચે સ્થિત હતો.યુએસ સુનામી વોર્નિંગ સિસ્ટમે કહ્યું કે હાલમાં સુનામીની કોઈ ચેતવણી નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ પહેલા રવિવારે ચિલી અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકાને કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. જેમાં ચિલીમાં રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૭.૫ હતી. તે જ સમયે, સોમવારે વહેલી સવારે અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૪ માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે આ ભૂકંપ ફૈઝાબાદથી ૯૩ કિમી દક્ષિણ પૂર્વમાં બપોરે ૧૨.૧૦ કલાકે આવ્યો હતો. આ બંને દેશોમાં પણ જાનમાલના નુક્સાનના કોઈ અહેવાલ નથી.