ઈંગલિશ પ્રીમિયર લીગની ટોચની ક્લબ લિવરપૂલ ખરીદવા મુકેશ અંબાણી મેદાનમાં


નવી દિલ્હી,
વિશ્વના આઠમાં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી ઈંગલિશ પ્રીમિયર લીગની ટોચની ક્લબ લિવરપૂલ ખરીદવા મેદાનમાં ઉતર્યા છે. ક્લબના હાલના માલિક ફેનવે સ્પોર્ટસ ગ્રુપે તેને વેચવાનું એલાન કરી દીધું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે હ્લજીય્ ૪ બિલિયન પાઉન્ડમાં ક્લબને વેચવા તૈયાર છે. લગભગ ૯૦ બિલિયન પાઉન્ડની નેટવર્થ સાથે ફોર્બ્સ દ્વારા અંબાણીને વિશ્ર્વના આઠમા સૌથી ધનિક વ્યક્તિ તરીકે નામ આપવામાં આવ્યું હતું. તેમણે ક્લબ ખરીદવામાં રસ દાખવ્યો છે. જેણે ૨૦૧૦માં લિવરપૂલની કમાન સંભાળી હતી તેણે આ અઠવાડિયાની શરૂઆતમાં એવું કહીને ફૂટબોલ વિશ્વને સ્તબ્ધ કરી દીધું હતું કે તે ક્લબને વેચવા માટે તૈયાર છે.

અગાઉ વર્ષ ૨૧૦માં જ્યારે આ ક્લબનું વેચાણ થયું હતું ત્યારે પણ અંબાણીનું નામ વહેતું થયેલું પણ એ સમયે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિકે અધિકૃત રીતે આ સમાચારોનું ખંડન કર્યું હતું.