મુંબઇ, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને T20 ર્લ્ડ કપ ૨૦૨૪ને લઇને ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. માઈકલ વોન, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરીને ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ સુકાનીએ આશ્ર્ચર્યજનક રીતે ભારતનું નામ ટોચની ૪ ટીમોમાં નથી રાખ્યું. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને માઈકલ વોને લખ્યું કે, ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ મારી સેમીફાઈનલ લિસ્ટમાં છે. ભારતીય ટીમ સેમી ફાઇનલમાં નહીં પહોંચી શકે.
તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો બે વખત ટી -૨૦ વર્લ્ડ કપનો ખિતાબ જીતી ચૂકી છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ એક વખત ટાઈટલ જીતવામાં સફળ રહી છે. આ સિવાય સાઉથ આફ્રિકાની ટીમ ફરી એકવાર ટી ૨૦ વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહી નથી. આવી સ્થિતિમાં, તે જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે કે માઇકલ વોન દ્વારા સેમિફાઇનલને લઈને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે કે નહીં.
તમને જણાવી દઈએ કે આ વખતે યજમાન વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ છે. જ્યાં ટી -૨૦ વર્લ્ડ કપની મેચો રમાશે. આ વખતે ટી -૨૦ વર્લ્ડ કપમાં ૨૦ ટીમો ભાગ લઈ રહી છે. ટી -૨૦ વર્લ્ડ કપ ૧ જૂનથી ૨૦ જૂન સુધી રમાશે. તમામ ૨૦ ટીમોને ૫-૫ના ૪ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપની ટોપ ૨ ટીમ સુપર ૮માં પહોંચશે. આ પછી સુપર ૮ રાઉન્ડમાં ૮ ટીમોએ મેચ રમવાની છે. સુપર ૮માં પણ ટીમોને ૪-૪ના બે ગ્રુપમાં રાખવામાં આવશે. સુપર ૮માં બંને ગ્રૂપની ટોપ ૨ ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. બે સેમી ફાઈનલ મેચ રમાશે. આ પછી, સેમિફાઇનલ મેચ જીતનારી ટીમો એકબીજાની વચ્ચે ફાઇનલ મેચ રમશે.
વર્લ્ડ કપ ગ્રુપ
ગ્રુપ એ- ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, યુએસએ
ગ્રુપ બી- ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન
ગ્રુપ સી- ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યુ ગીની
ગ્રુપ ડી- દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ