એલોન મસ્ક ફરી એકવાર વિશ્વના સૌથી અમીર અબજોપતિ બની ગયા

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર એલોન મસ્ક ફરી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. ટેસ્લાના શેરમાં ૫ ટકાથી વધુના વધારાને કારણે એલોન મસ્કની સંપત્તિમાં વધારો થયો છે. ટેસ્લાએ એલોન મસ્કના નેતૃત્વ હેઠળ છેલ્લા ૬ વર્ષથી પ્રગતિ કરી, જેના માટે કંપનીના શેરધારકો દ્વારા મસ્કના ઇં૪૪ બિલિયનના પગાર પેકેજને મંજૂરી આપવામાં આવી. આ જ કારણ છે કે સોમવારે ટેસ્લાના શેરમાં વધારો જોવા મળ્યો હતો. એલોન મસ્ક ફરી એકવાર વિશ્ર્વના સૌથી અમીર અબજોપતિ બની ગયા છે. સોમવારે તેમની સંપત્તિમાં ૫૬ હજાર કરોડ રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો હતો.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર એલોન મસ્ક ફરી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. ટેસ્લાના શેરમાં ૫ ટકાથી વધુના વધારાને કારણે એલોન મસ્કની સંપત્તિમાં વધારો થયો છે. ટેસ્લાએ એલોન મસ્કના નેતૃત્વ હેઠળ છેલ્લા ૬ વર્ષથી પ્રગતિ કરી, જેના માટે કંપનીના શેરધારકો દ્વારા મસ્કના ઇં૪૪ બિલિયનના પગાર પેકેજને મંજૂરી આપવામાં આવી. આ જ કારણ છે કે સોમવારે ટેસ્લાના શેરમાં વધારો જોવા મળ્યો હતો.

ઈફ કંપનીના સીઇઓ ફરી એકવાર અબજોપતિઓની યાદીમાં ટોચ પર પહોંચી ગયા છે.તેમની નેટવર્થમાં રૂ. ૫૬ હજાર કરોડથી વધુનો વધારો જોવા મળ્યો હતો. મસ્ક પ્રથમ સ્થાને આવ્યા બાદ જેફ બેઝોસ ફરી એકવાર બીજા સ્થાને સરકી ગયા છે. બંને વચ્ચે સંપત્તિનો તફાવત હવે ૨૫ હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર સોમવારે ટેસ્લાના સીઈઓ એલોન મસ્કની સંપત્તિમાં ૬.૭૪ બિલિયનનો વધારો થયો છે. જો ભારતીય રૂપિયામાં જોવામાં આવે તો મસ્કની કુલ નેટવર્થ ૫૬ હજાર કરોડ રૂપિયાથી વધુ વધી છે. આ વધારા બાદ હવે એલોન મસ્ક વિશ્ર્વના સૌથી અમીર અબજોપતિ બની ગયા છે.

આ પહેલા ગુરુવારે પણ એલોન મસ્ક પ્રથમ સ્થાને પહોંચી ગયા હતા. પરંતુ શુક્રવારે મસ્કની નેટવર્થમાં ઘટાડો અને જેફ બેઝોસની સંપત્તિમાં વધારાને કારણે મસ્ક બીજા સ્થાને આવી ગયા. તે સમયે બંનેની નેટવર્થમાં બહુ ફરક નહોતો. હવે બંનેની નેટવર્થમાં ૩ અબજ ડોલર એટલે કે ૨૫ હજાર કરોડ રૂપિયાથી વધુનો તફાવત છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના ડેટા અનુસાર, એલોન મસ્કની સંપત્તિમાં વધારો થયા બાદ તેમની કુલ સંપત્તિ ૨૧૦ અબજ ડોલર થઈ ગઈ છે. બીજી તરફ જેફ બેઝોસની કુલ સંપત્તિ ૨૦૭ બિલિયન થઈ ગઈ છે. જ્યાં ચાલુ વર્ષમાં એલોન મસ્કની સંપત્તિમાં ૧૮.૯ અબજ ડોલરનો ઘટાડો થયો છે. બીજી તરફ જેફ બેઝોસની સંપત્તિમાં ઇં૨૯.૭ બિલિયનનો વધારો જોવા મળ્યો છે. જોકે સોમવારે જેફ બેઝોસની નેટવર્થમાં ઇં૩૨૫ મિલિયનનો થોડો વધારો જોવા મળ્યો હતો.

એલોન મસ્કની નેટવર્થમાં વધારો થવાનું કારણ ટેસ્લાના શેરમાં વધારો છે. સોમવારે, ટેસ્લાના શેરમાં ૫.૩૦ ટકાનો વધારો જોવા મળ્યો અને શેરની કિંમત ૧૮૭.૪૪ થઈ ગઈ. ટ્રેડિંગ સેશન દરમિયાન ટેસ્લાના શેર પણ ૧૮૮.૮૧ સુધી પહોંચ્યા હતા. જો કે ટેસ્લાના શેર હજુ પણ તેમની ૫૨-અઠવાડિયાની ઊંચી સપાટીથી લગભગ ઇં૧૧૨ પાછળ છે. વિદેશી મીડિયાના અહેવાલો અનુસાર ટેસ્લાના શેરમાં વૃદ્ધિનું મુખ્ય કારણ એલોન મસ્કના ૪૪ બિલિયનના પગાર પેકેજની મંજૂરી છે.