
અમદાવાદ,
અમદાવાદની એલિસબ્રિજ પોલીસે જુગારના અડ્ડા પર રેડ પાડી છે. આ રેડ દરમિયાન ૮૯થી વધુ જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. તો સાથે જ ૩૫થી વધુ વાહનો કબ્જે કરવામાં આવ્યા છે.
પકડાયેલા લોકો મિત્રના લગ્નમાં જુગાર રમતા ઝડપાયા હતા. તેમની પાસેથી ૨૦થી વધુ કાર કબ્જે કરવામાં આવી છે. તો સાથે જ ૧૫૦થી વધુ મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા છે.