નવીદિલ્હી, એલ્ન મસ્કની ભારત યાત્રાને લઈને ઘણા સમાચાર સામે આવ્યા છે. એક્સ ટેક ઓવર કર્યા બાદ એલન મસ્કની એક્સ કંપનીએ ભારતમાં અંદાજે ૨.૧૩ લાખ એકાઉન્ટ પર બાન લગાવ્યો છે. આ ફેંસલો કંપનીની પોલીસીને યાનમાં લઈને લેવાયો છે. જેને કારણે તમામ લોકોને સતર્ક રહેવાની જરૂર છે. એક્સ તરફથી માહિતી આપવામાં આવી છે કે આ એકાઉન્ટ્સને બાન કરવાનો નિર્ણય લેવાયો છે. કારણકે તે કંપનીની પોલીસીનું સતત ઉલ્લંઘન કરી રહ્યા હતા. કેટલીય વાર ચેતવણી આપવા છતા તેમણે કંપનીની પોલીસીને નજરઅંદાજ કરી હતી.
એક્સ દ્વારા તેને લઈને એક રિપોર્ટ તૈયાર કરાયો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ૨,૧૨,૬૨૭ એકાઉન્ટ પર કાર્યવાહી કરવામાં આવી છે. આ એકાઉન્ટ એવા કન્ટેન્ટ શેર કરતા હતા જે કંપનીની પોલીસની વિરૂધમાં હતા. અંદાજે ૧,૨૩૫ એકાઉન્ટ એવા મળ્યા છે જે ભારતમાં આતંકવાદને વધારવાનું કામ કરી રહ્યા હતા. આવા એકાઉન્ટ્સ પર કંપની તરફથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.
એકાઉન્ટ કેમ બાન કરાય છે તે જોઈએ તો ચાઈલ્ડ સેક્સ્યુઅલ કન્ટેન્ટને કારણે પણ એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરાય છે. આ કન્ટેન્ટ કોઈ પણ ફોર્મેટમાં હોય તે તેની પર કાર્યવાહી કરાય છે. સેથે એવા કોઈ પણ કન્ટેન્ટ સેર ન કરવા જોઈએ જે સમાજને વિભાજીત કરે. કારણકે તમારા માટે એવું કરવું પણ નુકશાનકારક સાબિત થાય છે. જેને પગલે તમારે સતર્ક રહેવાની જરૂર છે.