મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેએ ગુરુવારે મુંબઈની વિશેષ અદાલતમાં મની લોન્ડરિંગ કેસમાં છૂટા થવા માટે અરજી દાખલ કરી હતી. મની લોન્ડરિંગનો આ મામલો ૨૦૧૬ના પુણે જિલ્લામાં એક જમીન સોદા સાથે સંબંધિત છે. એકનાથ ખડસેની પત્ની મંદાકિની ખડસે અને જમાઈ ગિરીશ ચૌધરીએ પણ આ કેસમાં આરોપોમાંથી મુક્ત થવાની માંગ કરી છે.
જ્યારે વકીલ સ્વપ્નિલ અંબુરેએ અરજી દાખલ કરી ત્યારે એકનાથ ખડસે અને મંદાકિની ખડસે વિશેષ ન્યાયાધીશ આરએન રોકડે સમક્ષ હાજર હતા, જેઓ સાંસદો અને ધારાસભ્યો સંબંધિત કેસોની સુનાવણી કરી રહ્યા છે. ઈડ્ઢ આ કેસની તપાસ કરી રહી છે, તેથી આરોપીની અપીલ પર કોર્ટે ઈડ્ઢ પાસે જવાબ માંગ્યો છે. તમને જણાવી દઈએ કે એકનાથ ખડસે મહારાષ્ટ્રની ભાજપ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે.
ખડસે પર પુણે નજીકના ઔદ્યોગિક વિસ્તારમાં તેમની પત્ની અને જમાઈને જમીન ખરીદવામાં મદદ કરીને પોતાના પદનો દુરુપયોગ કરવાનો આરોપ હતો. આ આરોપોને કારણે ખડસેએ ૨૦૧૬માં મંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. ઈડ્ઢએ આરોપ લગાવ્યો હતો કે ખડસે પરિવારે આ જમીન ૩.૭૫ કરોડ રૂપિયામાં ખરીદી હતી, જ્યારે તેની વાસ્તવિક કિંમત ૩૧.૦૧ કરોડ રૂપિયા હતી.
જોકે ઈડીએ ક્યારેય એકનાથ ખડસેની ધરપકડ કરી નથી. તેમના જમાઈની જુલાઈ ૨૦૨૧માં ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને જામીન મળ્યા તે પહેલા તેણે બે વર્ષથી વધુ જેલમાં વિતાવ્યો હતો. ખડસે લગભગ ચાર દાયકાથી ભાજપમાં છે. પરંતુ આ ઘટના બાદ તેમણે ભાજપ છોડી દીધું હતું. તેઓ ૨૦૨૦માં અવિભાજિત એનસીપીમાં જોડાયા હતા. એપ્રિલમાં, તેમણે જાહેરાત કરી હતી કે તેઓ તેમની મૂળ પાર્ટી એટલે કે ભાજપમાં જોડાશે, પરંતુ તેઓ હજુ સુધી ભાજપમાં પાછા ફર્યા નથી.