- એકનાથ શિંદે બન્યા મહારાષ્ટ્રનાં નવા મુખ્યમંત્રી
- દેવેન્દ્ર ફડણવીસ બન્યા નાયબ મુખ્યમંત્રી
- ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડાના કહેવા પર દેવેન્દ્ર ફડણવીસે પણ સ્વીકાર્યું પદ
છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં ચાલતા રાજકીય ઘમાસાણનો અંતે અંત આવ્યો છે. મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ઉલટફેર થઇ ચૂક્યો છે. એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની ચૂક્યા છે.
એકનાથ શિંદે બન્યા મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી
એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ તેમણે મુખ્યમંત્રી પદના શપથ અપાવ્યા છે.
નાયબ મુખ્યમંત્રી બન્યા ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લઇ લીધા છે. એકનાથ શિંદે બાદ રાજ્યપાલે તેમને પણ શપથ અપાવ્યા છે. પહેલા ફડણવીસ સરકારમાં સામેલ નહોતા થવા માંગતા, પરંતુ ભાજપ હાઈકમાન્ડના આદેશ બાદ તેમણે નિર્ણય બદલવો પડ્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિંદે અને ફડણવીસને પાઠવી શુભેચ્છા
શિંદેને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લેવા પર એકનાથ શિંદેને અભિનંદન પાઠવું છું. મને વિશ્વાસ છે કે તેઓ મહારાષ્ટ્રને વધુ ઊંચાઈ પર લઇ જવા માટે કામ કરશે.