એકજૂથ બનીને લડશો તો દુશ્મન દેશને પછાડી શકશો : પાકિસ્તાન લશ્કરીવડાનું જનતાને એલાન

ઈસ્લામાબાદ, ગરીબી અને ભૂખમરાનો માર વેઠી રહેલાં પાકિસ્તાનની સેનાના વડા અસીમ મુજીદે પોતાના દેશવાસીઓને એકજૂથ બની ઊભા રહેવાનું એલાન કરતાં જણાવ્યું હતું કે જો એક-જૂથ બની ઊભા રહેશો તો તમે દુશ્મન દેશને પછાડી શકશો. એક-જૂથ પાકિસ્તાને નકારાત્મક શક્તિઓને પરાસ્ત કરવાનાં છે.

ગ્રીન-પાકિસ્તાન-ઇનિશ્યેટીવ સંમેલનમાં કરેલાં સંબોધનમાં જનરલ અસીમ મુજીદે વધુમાં જણાવ્યું હતું કે, નકારાત્મક પ્રચાર અને સોશ્યલ મીડીયા પર થતી ટીકાઓ દેશને વિકાસ અને સમૃદ્ધિ તરફ જતો અટકાવી નહીં શકે. આવો આપણે… વિકાસ અને સ્થિરતાના માર્ગદર્શને લઈ જઈએ.

આ સાથે તેઓએ જણાવ્યું હતું કે ઈંશા અલ્લાહ (પ્રભુની ઈચ્છા, લોકોના સહયોગ અને સમર્થનને લીધે પાકિસ્તાનની વિકાસ યાત્રામાં અવરોધ ઊભા કરનારાઓના પ્રયાસો નિષ્ફળ કરવામા છે. સાથે આર્થિક વિકાસની અનિવાર્યતા પર ભાર મુક્તાં જન.મુજીદે કહ્યું કે આજના યુગમાં આર્થિક સ્થિરતા વિના પૂર્ણ આઝાદી શક્ય જ નથી આથી જ દેશનાં સમૃદ્ધિ અને વિકાસના માર્ગમાં વચ્ચે અવરોધો કે કોઈ અસ્થિરતા ચલાઈ નહીં લેવાય.