એકલ અભિયાન ગુજરાત તથા મહારાષ્ટ્રની બેઠક સુરત ખાતે યોજાઈ

દાહોદ,એકલ અભિયાન P-8 પ્રભાગ (ગુજરાત તથા મહારાષ્ટ્ર)ની બે દિવસીય વાર્ષિક બેઠક તા 19અને20 સુરત અગ્રસેનભવન ખાતે પૂર્ણ કરી જેમા મહારાષ્ટ્ર તથા ગુજરાતના ભાગોમાંથી ભાગ સમિતી અપેક્ષિત રહી જેમાં ઉત્તર ગુજરાત ભાગ માંથી મેહુલ કટારા ભાગ અધ્યક્ષ, પિનલબેન મનિષભાઇ પંચાલ ભાગ મહીલા અધ્યક્ષિકા, મતન કટારા ભાગ અભિયાન પ્રમુખ કાળુ તંબોલીયા ભાગ યુવા પ્રભારી બેઠકમા ઉપસ્થિત રહી એકલની સંપૂર્ણ એકટીવિટીનીનુ પ્ર.શિક્ષણ લીધું તેમાં કેન્દ્રીય અધિકારી દિપભાઈ તથા દરેક આયામના કેન્દ્રીય પદાધિકારીઓ એ માર્ગદર્શન આપ્યું હતું.

ઉત્તર ગુજરાત ભાગમાં દાહોદ, મહિસાગર, પંચમહાલ, છોટાઉદેપુર તથા હિમતનગર અંચલોમા કુલ 1270 ગામોમાં પંચ મુખી શિક્ષા (1) શિક્ષા (2) આરોગ્ય (3) ગ્રામ વિકાસ (4) જાગરણ (5) સંસ્કાર આ મુખ્ય પાંચ આયામો દ્વારા વિધ્યાલયો તથા એકલ ગ્રામોત્થાન યોજના દ્વારા આઈ.વિ.ડી. શિવણ ક્લાસો તથા કોમ્પ્યુટર ક્લાસ,આરોગ્ય સેવિકાઓ, સંસ્કાર દ્વારા વ્યાસ કથાકારો માધ્યમથી ધાર્મિક કાર્યક્રમો, કોમ્પ્યુટર બસ હરિ રથ મંદિર આમ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે તથા ગામના સર્વાગી વિકાસ માટે મુખ્ય પાંચ આયામો દ્વારા જૂદી જૂદી એક્ટીવા કાર્યો કરવામાં આવે છે.