મુંબઇ,
સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે મળેલી હાર પછી ભારત ટી 20 વર્લ્ડ કપ ૨૦૨૨માંથી બહાર થઈ ચૂકી છે. ૧૬૯ રનના ટાર્ગેટનો પીછો કરતા ઈંગ્લેન્ડે વગર વિકેટે ૧૭૦ રન બનાવ્યા. ટીમ ઈન્ડિયા ફરી એક વખત મોટી ટૂર્નામેન્ટમાં ચોક થઈ ચૂકી છે. ટ્રોફી જીત્યા વગર ભારત પરત ફરવું પડશે.આઇસીસીની આ મોટી ટૂર્નામેન્ટમાં હારનું કારણ શું છે ? ૨૦૨૧ ટી ૨૦ વર્લ્ડ કપની પહેલી મેચમાં પાકિસ્તાન સામે ૧૦ વિકેટથી મળેલી હારથી લઈને વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે પણ ૧૦ વિકેટની હાર સુધી, ટીમ ઈન્ડિયાએ ઘણા પ્રયોગો કર્યા છે અને અગાઉની ટ્રોફી જીત્યા પછી કઈ-કઈ ટૂર્નામેન્ટમાં ટીમ ચોક થઈ ચૂકી છે. ૧૭ ઓક્ટોબરથી ૧૪ નવેમ્બર ૨૦૨૧ સુધી યુએઇમાં ગયા વર્ષે ટી ૨૦ વર્લ્ડ કપ રમાયો હતો. આ ટૂર્નામેન્ટની પહેલી મેચમાં પાકિસ્તાન સામે ભારત હાર્યું હતું. ભારત તરફથી મળેલા ૧૫૨ રનના ટાર્ગેટને પાકિસ્તાને વગર વિકેટે હાંસલ કર્યો હતો. બીજી મેચમાં ભારત ન્યુઝીલેન્ડ સામે હાર્યું હતું. ત્યાર પછી ત્રણ લીગ મેચ જીતી ભારત સેમિફાઈનલમાં પહોંચી શક્યું નહતું.
૨૦૨૧ વર્લ્ડ કપ પછી વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્મા ટી ૨૦ સહિત તમામ ફોર્મેટમાં કેપ્ટન બન્યા છે. રવિ શાીની જગ્યાએ રાહુલ દ્રવિડ હેડ કોચ બન્યા છે. ૧૫ નવેમ્બર ૨૦૨૧થી ૧૫ ઓક્ટોબર ૨૦૨૨ સુધી ૧૧ મહિનાઓમાં ટીમ ઈન્ડિયાએ ૩૫ ટી ૨૦ મેચ રમ્યા. ૭ ખેલાડીઓએ ડેબ્યુ કર્યા. ભારતે આ સમયગાળા દરમિયાન ૪ કેપ્ટન પણ બદલ્યા. આટલા પ્રયોગો પછી ટી ૨૦ વર્લ્ડ કપ માટે ૧૫ ખેલાડીઓની ટીમ નક્કી થઈ હતી. પરંતુ આ ટોપ ૧૫ ખેલાડીઓ પણ ટ્રોફી અપાવી ન શક્યા.
આ વર્લ્ડ કપમાં રોહિત શર્મા અને લોકેશ રાહુલની ઓપનિંગ જોડી લોપ રહી હતી. કેટલી ચોંકાવનારી વાત છે કે, ૬ મેચમાં એક પણ વખત આ જોડી ૫૦ રનની પાર્ટનરશિપ બનાવી શકી નથી. ગત વર્લ્ડ કપ બાદ ભારતે ઈશાન કિશન, ૠતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન અને દીપક હુડા સાથે ઓપનિંગ કર્યું હતું. અંતે રોહિત અને રાહુલ પર ભરોષો કર્યો. અંતે તે પણ કંઈ કરી શક્યા નથી.
ટી ૨૦ ફોર્મેટમાં રિસ્ટ સ્પિનર્સને વિકેટ ટેકિંગ ઓપ્શન માનવામાં આવે છે. ભારતે આ વર્લ્ડ કપ પહેલા ૩૫ મેચમાં કુલદીપ યાદવ, રવિ બિશ્નોઇ અને યુઝવેન્દ્ર ચહલની રિસ્ટ સ્પિનને તક આપી. વર્લ્ડ કપ સ્કવોડમાં અક્ષર પટેલની લેટ આર્મ સ્પિન, રવિચંદ્રન અશ્વિનની ઓફ સ્પિન સિવાય ચહલની લેગ સ્પિન બોલિંગને પણ પસંદ કરી. પરંતુ ટૂર્નામેન્ટના ૬ મેચમાં પ્લેઇંગ-૧૧માં ચહલને તક આપી નહીં. અશ્વિન અને અક્ષરને બધી મેચમાં તક આપી હતી. અશ્વિન ૬ મેચમાં ૬ વિકેટ અને અક્ષરે ૫ મેચમાં ૩ વિકેટ લીધી. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ફાસ્ટ બોલસ પર વિકેટ લેવાનું દબાણ વધી ગયું હતું. ફાસ્ટ બોલરોએ પાવરપ્લે અને ડેથ ઓવરમાં વિકેટ પણ લીધા. પરંતુ, ટીમ ૭ થી ૧૫ ઓવરની વચ્ચે વિકેટ મેળવી શકી ન હતી.
ટીમ ઈન્ડિયામાં એક જ વર્ષની અંદર ટી ૨૦માં ૪ અને તમામ ફોર્મેટમાં ૮ ખેલાડીઓએ કેપ્ટનશિપ કરી છે.ટી 20માં રોહિત શર્મા સિવાય રિષભ પંત, કેએલ રાહુલ અને હાદક પંડ્યાએ કેપ્ટનશિપ કરી છે. ફ્યુચર કેપ્ટન ડેવેલપ કરવાના હિસાબે મેનેજમેન્ટનો નિર્ણય યોગ્ય હતો. પરંતુ, આ નિર્ણયને કારણે પંત, રાહુલ, પંડ્યા, રોહિત અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સહિત ૫ આંતરરાષ્ટ્રીય કેપ્ટન વર્લ્ડ કપ ટીમમાં રમી રહ્યા હતા.
વર્લ્ડ કપ પહેલા ૩૫ મેચમાં ભારતે ઈશાન કિશન, સંજુ સેમસન, દિનેશ કાતક, રિષભ પંત અને લોકેશ રાહુલ પાસે વિકેટ કીપિંગ કરાવી. અંતે ટીમે કાતકની ફિનિશિંગ સ્કિલ પર ભરોષો કર્યો. ટીમમાં પંતને બેકઅપ કીપર તરીકે રાખ્યો. રાહુલ જોડે માત્ર ઓપનિંગ કરાવી. કાતકે શરૂઆતની ૪ મેચમાં ૧૪ રન બનાવ્યા. પંતે છેલ્લી બે મેચ રમી. તે પણ ૯ રન બનાવી શક્યો.
ભારત અંત સુધી નક્કી ન કરી શક્યું કે કીપર તરીકે કાતકને તક આપીએ કે પંતને. ટીમ મેનેજમેન્ટે કેપ્ટન અને ખેલાડીઓમાં આટલા પ્રયોગો વર્ક લોડ જોઈને કર્યા છે. મેનેજમેન્ટનું માનવું છે કે, ટીમ વધારે મેચ રમે છે. આવામાં કોઈ એક પર દબાણ ન આવવું જોઈએ. આથી વધુમાં વધુ ખેલાડીઓને તક આપી.
આ મેનેજમેન્ટ હોવા છતાં ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વર્લ્ડ કપ પહેલા ઈજાના કારણે ટૂર્નામેન્ટ રમી શક્યા ન હતા. તે જ સમયે, ડેથ અને મિડલ ઓવરોમાં વિકેટ લેવામાં એક્સપર્ટ ગણાતા હર્ષલ પટેલને ટીમે ટુર્નામેન્ટમાં એક પણ મેચ રમી ન હતી. પછી ખબર નહીં ટીમે આટલા બધા પ્રયોગો કેમ કર્યા? ટીમ ઈન્ડિયાએ છેલ્લો ટી ૨૦ વર્લ્ડ ૨૦૦૭, છેલ્લો વન-ડે વર્લ્ડ કપ ૨૦૧૧ અને છેલ્લી ચેમ્પિયન ટ્રોફી ૨૦૧૩માં જીતી હતી.