પટણા,
બિહારમાં બદલાતા રાજકીય સમીકરણમાં લોજપા(રામવિલાસ)ના અધ્યક્ષ અને જમુઇ સાંસદ ચિરાગ પાસવાનની ભાજપથી નજીકતા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે શું કાકા પશુપતિ પારસ અને ભત્રીજો ફરી સાથે આવશે.આ વચ્ચે રાષ્ટ્રીય લોકજનશક્તિ પાર્ટી (રાલોજપા)ના રાષ્ટ્રીય અયક્ષ અને કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસે કહ્યું કે કુઢની વિધાનસભામાં યોજાનાર પેટાચુંટણીમાં તેમની પાર્ટી એનડીએના ઉમેદવારના પક્ષમાં પુરી મજબુતીથી પ્રચાર કરશે તેમણે કહ્યું કે ચિરાગ પાસવાન જો એનડીએમાં આવે છે તો તેમને કોઇ વાંધો નથી પારસે આ ક્રમમાં શરાબબંધી પાછી લેવાની પણ માંગ કરી છે.
પાર્ટી કાર્યાલયમાં આયોજીત પત્રકાર પરિષદમાં પારસે કહ્યું કે એનડીએ ખુબ મોટું ગઠબંધન છે તેમાં જે પણ અન્ય પક્ષ આવશે તો એનડીએ ગઠબંધન મજબુત થશે તેમણે કહ્યું કે જો ચિરાગ પાસવાન એનડીએમાં આવશે તો તેમને કોઇ વાંધો નથી તેમણે વધુમાં કહ્યું કે ચિરાગ પાસવાન સહિત અન્ય પણ કોઇ પક્ષ એનડીએને મજબુત કરવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવાદની સાથે જોડાય તો હું તેનું સ્વાગત કરીશ
પારસે કહ્યું કે ૨૮ નવેમ્બરે પાર્ટીનો ૨૩મો સ્પાથના દિવસ છે અને તેમની પાર્ટી આ પ્રસંગ પર મોટો કાર્યક્રમ કરી રહી છે જયાં પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તા સામેલ થશે તેમણે આરોપ લગાવ્યો કે પ્રદેશમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખુબ જ ખરાબ છે તેમણે કહ્યું કે એક અઠવાડીયાની અંદર પાસવાન જાતિના ડઝનેક લોકોની હત્યા થઇ છે.જયારથી એનડીએ ગઠબંધનથી મુખ્યમંત્રી અલગ થયા છે ત્યારથી પાસવાન જાતિના લોકોની હત્યા થઇ રહી છે.
કેન્દ્રીયમંત્રીએ બિહારમાં પણ ઝારખંડની જેમ ૭૭ ટકા અનામતની વ્યવસ્થા લાગુ કરવાની વાત કહી તેમણે આ ક્રમમાં શરાબબંધીને પાછી લેવાની માંગ કરતા કહ્યુયં કે શરાબબંધીથી મહેસુલને નુકસાન થઇ રહ્યું છે.શરાબબંધી બિહારમાં નિષ્ફળ સાબિત થઇ છે જે પૈસા વાળા અને ધનીક લોકો મોંધા ભાવમાં શરાબ પી રહ્યાં છે અને તેમના પર શરાબબંધી કાનુન લાગુ થતો નથી પારસે વધુમાં કહ્યું કે શરાબબંધીને કડક રીતે લાગુ કરવામાં આવે અથવા તો તેને સમાપ્ત કરી દેવી જોઇએ
ચિરાગ પાસવાનની સાથે પાર્ટીના વિલયના મુદ્દા પર તેમણે કહ્યું કે સમય આવશે તો જોયુ જશે તેમણે જો કે એ પણ કહ્યું કે પહેલા જે ભુલ કરી છે તે પ્રાયશ્ર્ચિત તો કરે તો કોઇ પણ વિચાર કરી શકાય છે.