- મોદી અને ઔવેસીનો પ્રવાસ પોત પોતાની પાર્ટી માટે વધુમાં વધુ મત હાંસલ કરવાનો છે.
શ્રીગંગાનગર,
રાજસ્થાન વિધાનસભા ચુંટણી પહેલા રાજયના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાયલોટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઔવેસીને લઇ એક મોટું નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે આ વર્ષ રાજયમાં વિધાનસભા ચુંટણી થનાર છે આથી વડાપ્રધાન મોદી અને અસદુદ્દીન ઓવૈસી એક હેતુ હેઠળ રાજયનો પ્રવાસ કરી રહ્યાં છે.તેમનો હેતુ છે આગામી ચુંટણીમાં પોત પોતાની પાર્ટી માટે વધુમાં વધુ મત હાંસલ કરવાનો છે.એકવાર ચુંટણી ખતમ થઇ ગઇ તો આ બંન્ને રાજસ્થાનથી ખુદ જ ગાયબ થઇ જશે.
શ્રીગંગાનગરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા સચિન પાયલોટે કહ્યું કે દિલ્હી દૌસા લાસૌટ એકસપ્રેસ વેનું ઉદ્ધાટન કરવા માટે દૌસાને એટલા માટે પસંદ કરવામાં આવ્યુું કે દૌસામાં કોંગ્રેસ ખુબ મજબુત છે.પીએમ રાજસ્થાન વિધાનસભા ચુંટણી પહેલા તે બેઠકો પર જ જવાનું પસંદ કરશે જયાં કોંગ્રેસ મજબુત છે.પાયલોટે આ દરમિયાન છત્તીસગઢમાં કોંગ્રેસ નેતાઓ પર ઇડીના દરોડાને લઇને પણ કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો હતો અને કહ્યું કે કેન્દ્ર કંઇ રીતે એજન્સીનો દુરૂપયોગ કરી રહ્યાં છે તે તો સમગ્ર દેશ જોઇ રહ્યું છે.
પીએમ મોદી અને એઆઇએમઆઇએ પ્રમુખ ઓવૈસી પર પ્રહાર કરતા સચિન પાયલોટે કહ્યું કે આ ફેબ્રુઆરી ખુબ ખાસ છે પીએમ દૌસા જઇ રહ્યાં છે.ઓવૈસી ટોંક પહોંચી રહ્યાં છે.આવું એટલા માટે થઇ રહ્યું છે કારણ કે આ વર્ષ રાજયમાં ચુંટણી છે.આ બંન્ને નેતા ગત ચાર વર્ષથી કયાં હતાં જેમ જેમ ચુંટણી નજીક આવી રહી છે આ બંન્ને નેતા ભાષણ આપી રહ્યાં છે.ધર્મની વાત કરી રહ્યાં છે આ લોકો ચુંટણી પહેલા અને ચુંટણી થયા બાદ અહીં નજરે પણ આવશે નહીં.
હમે લોકો જે અહીં છે તમારા સુખ અને દુખના સાથી છીએ આ તે લોકો છે જેમણે કિસાનોનની વિરૂધ કાનુન બનાવ્યો અને આ તે લોકો છે જેમણે ધર્મના નામ પર મત લઇ સત્તા સુધી પહોંચ્યા છે આ સત્તામાં છે પરંતુ હવે આ ના તો મોંધવારીને ઓછી કરી રહ્યાં છે અને ન તો મોંધવારીને ઓછી કરી રહ્યાં છે અને ન તો બેરોજગારી દુર કરી શકયા છે.