- પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ર્ચિમ બંગાળ, ગંગાના મેદાનો અને પૂર્વોત્તરના ભાગોમાં ઓછો વરસાદ
જુલાઈમાં દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે આઇએમડીએ કહ્યું છે કે ઓગસ્ટના અંત સુધીમાં અલ નીનાની અનુકૂળ સ્થિતિ જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે ભારતમાં ખેતી માટે ચોમાસું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે કુલ ખેતીલાયક જમીનનો ૫૨ ટકા હિસ્સો વરસાદ પર નિર્ભર છે, જો કે ભારે વરસાદે ઘણા ભાગોમાં વિનાશ પણ લાવ્યો છે.
આઇએમડીએ જણાવ્યું હતું કે ભારતમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન લાંબા ગાળાના સરેરાશ ૪૨૨.૮ મીમી વરસાદના ૧૦૬ ટકા વરસાદ પડશે. દેશમાં ૧ જૂનથી અત્યાર સુધીમાં ૪૫૩.૮ મીમી વરસાદ થયો છે, જ્યારે સામાન્ય વરસાદ ૪૪૫.૮ મીમી છે. આ સામાન્ય વરસાદ કરતાં ૨ ટકા વધુ છે કારણ કે શુષ્ક જૂન પછી, જુલાઈમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થયો હતો.આઇએમડી ચીફ મૃત્યુંજય મહાપાત્રાએ ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે.
આઇએમડી ચીફે કહ્યું કે પૂર્વોત્તરના કેટલાક ભાગો, પૂર્વી ભારતના નજીકના ભાગો, લદ્દાખ, સૌરાષ્ટ્ર અને કચ્છ અને મય અને દ્વીપકલ્પના ભારતના ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના છે. તેમણે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પશ્ર્ચિમ હિમાલયના કેટલાક ભાગોમાં ઓછા વરસાદની આગાહી કરી છે. મહાપાત્રાએ કહ્યું કે દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની શક્યતા છે. તેમણે કહ્યું, ’ગંગાના મેદાનો, મય ભારત અને ભારતના દક્ષિણ-પૂર્વ કિનારાના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની અપેક્ષા છે.’
તેમણેે કહ્યું કે ભારતમાં જુલાઈમાં સામાન્ય કરતાં ૯ ટકા વધુ વરસાદ થયો છે, જ્યારે મય પ્રદેશમાં ૩૩ ટકા વધુ વરસાદ થયો છે. મહાપાત્રાએ કહ્યું કે મય ભારતના ભાગોમાં સારો વરસાદ થયો છે, જેનાથી ખેડૂતોને ફાયદો થયો છે. મય ભારત ખેતી માટે ચોમાસાના વરસાદ પર ખૂબ નિર્ભર છે. ડેટા અનુસાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ર્ચિમ બંગાળ, ગંગાના મેદાનો અને પૂર્વોત્તરના ભાગોમાં ઓછો વરસાદ થયો છે. હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ૩૫ ટકાથી ૪૫ ટકા ઓછો વરસાદ થયો છે.