પટણા,
એક તરફ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે ઝેરી શરાબ પીનારાઓના મોત પર વળતર આપવાનો ઇન્કાર કરી દીધો છે તો બીજી તરફ બિહાર સરકાર માટે નવું વિમાન ખરીદવાની તૈયારી કરી રહી છે.મુખ્યમંત્રી નીતીશકુમાર ૧૨ બેઠકોવાળા વિમાનમાં બેસી પોતાનો પ્રવાસ કરી યાત્રાને પુરી કરશે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર ૨૦૨૩માં જયારે જેટ ઇજનનું ૧૦ પ્લસ ૨ સીટર વિમાન ખરીદવાની યોજના પર મહોર લગાવી ચુકયા છે. આ પહેલા નીતીશકુમાર ઝેરી શરાબથી મૃત્યુ પર વળતર આપવાનો ઇન્કાર કરી દીધો હતો નીતીશકુમારે કહ્યું કે જે શરાબ પીશે તે મરશે તેના માટે સરકાર કોઇ વળતર આપશે નહીં.
જયારે ભાજપે બિહાર મુખ્યમંત્રી નીતીશકુમારના આ નિર્ણય પર ટીપ્પણી કરતા કહ્યું કે તે મુખ્યમંત્રી બનવાના સપનાને પુરા કરી રહ્યાં છે. બિહાર સરકારે રાજયમાં આવનારા વીવીઆઇ માટે એક જેટ વિમાન અને એક હેલિકોપ્ટરની ખરીદને મંજુરી આપી દીધી છે. એક બેઠકમાં બિહાર સરકારે જેટ વિમાન અને હેલિકોપ્ટરની ખરીદવાના નિર્ણય પર મહોર મારી છે.હવે આ વિમાનની ખરીદમાં કેટલો ખર્ચ આવશે તેને લઇ એક સમિતિની રચના કરવામાં આવી છે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારની અધ્યક્ષતામાં બિહારની કેબિનેટની બેઠકમાં નીતીશકુમારે સાત એજન્ડા પર મહોર મારી છે જેમાં જેટ અને હેલિકોપ્ટરની ખરીદનો નિર્ણય લેવામાં આવ્યો આ ઉપરાંત આ બેઠકમાં શિક્ષણ વિભાગની કચેરી માટે ૧૬૭૪ કલાર્કના પદોને મંજુરી આપવામાં આવી આ બેઠકમાં નીતીશ સરકારે શિક્ષા વિભાગના રીજનલ સેન્ટરની બહાલીની વાત પણ કરી છે. કેબિનેટની બેઠકમાં જેટ અને હેલીકોપ્ટરની ખરીદી માટે મુખ્ય સચિવ આઆમિર સુબહાનીના અધ્યક્ષતામાં સમિતિ બનાવાઇ છે આ સમિચિમાં નાણાં વિભાગ,ઉદ્યોગ વિભાગ કેબિનેટ વિભાગના અધિકારી સભ્ય રહેશે એ યાદ રહે કે વર્તમાન સમયમાં બિહાર સરકારની પાસે વિમાન સેવા નથી આ કારણે સરકારને ભાડા પર વિમાન મંગાવવા પડે છે.